છોટા ઉદેપુર જીલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રસ્તાનો અભાવ જોવા મળે છે. જેના કારણે બીમાર વ્યક્તિ અથવા પ્રસૂતા મહિલાને ખોળી ઊચકીને દૂર દૂર સુધી લઈ જવાની ફરજ પડી રહી હોવાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત પ્રસૂતા ઝોળીમાં ઉંચકીને 5 કિલોમીટર દૂર ઉભેલી 108 સુધી લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ કમનસીબે પ્રસૂતાને સમયસર સારવાર ન મળતા પ્રસૂતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.


પરિજનો ડુંગરાળ અને પગદંડીવાળા રસ્તેથી ઘરે લઈ જવા મજબૂર બન્યા હતા

કવાંટ તાલુકાના તુરખેડા ગામના બાસ્કરિયા ફળિયાની પ્રસૂતા વાણસીબેન રાજુભાઈ નાયક પ્રસુતિ માટે પોતાના પિયર ખૈડી ફળિયા પોતાના પિતાના ઘરે ગઈ હતી. જ્યાં તને પ્રસૂતિની પીડા ઉપડતા રોડા અભાવે પરિવારજનો ઝોળીમાં ઉંચકીને પગદંડી અને ડુંગરાળ રસ્તા પરથી લઈને 5 કિલોમીટર ચાલીને 108 સુધી લઈ ગયા હતા. ત્યારબાદ કવાંટ,છોટા ઉદેપુરની હોસ્પિટલ અને ત્યાંથી વડોદરા હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું. આટલું ઓછું હોય તેમ પરિવારજનો પોતાની દિવંગત દીકરીનો મૃતદેહ લઈને રાત્રે વડોદરાથી પરત ફર્યા બાદ પણ દિવંગતની મૃતદેહને ફરીથી ઝોળી બનાવીને ઊચકીને ડુંગરાળ અને પગદંડીવાળા રસ્તેથી ઘરે લઈ જવા મજબૂર બન્યા હતા.

છોટા ઉદેપુરના તુરખેડા ખાતે સરકારવા વિકાસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે

તુરખેડા ખાતે ગત 1 ઓક્ટોબર 2024 ના રોજ બાસ્કરિયા ફળિયાની જ એક પ્રસુતાને ઝોળી ઊંચકીને લઈ જતી વખતે રસ્તામાં પ્રસૂતિ થઈ હતી. અને બાળકના જન્મ બાદ મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની નામદાર હાઈકોર્ટે સુઓમોટો લેતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને તુરખેડાના ચાર ફળિયાના રસ્તા મંજૂર કર્યા હતા તેમ છતાં હજુ પણ બે ફળિયામાં રસ્તા મંજૂર કરવાના બાકી છે જ્યાં આ ફરીથી ઘટના ઘટી હતી, ત્યારે સંવેદનશીલ સરકાર વિકાસન મોટા મોટા દાવા કરે છે પરંતુ છોટા ઉદેપુરના તુરખેડા ખાતે સરકારવા વિકાસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.


  • Follow us on: