છોટા ઉદેપુરમાં અંધશ્રદ્ધા ચરમ પર હોય તેવી એક ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરમાં એક વ્યક્તિનું બિમારીના કારણે ત્રણ દિવસ પહેલા મોત થયું હતું. જે કારણે તેનો આત્મા લેવા માટે પરિવારજનો વિધિ કરનાર તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તેમણે તાંત્રિક વિધિ કરીને આત્મા લઈ જવાનો દાવો કર્યો હતો.


21મી સદીમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છોટા ઉદેપુરમાં સામે આવતા લોકોમાં અશ્ચર્ય ફેલાયું હતું. બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો તેનો આત્મા લેવા છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં વિધિ કરી હતી. આજે મૃતક વ્યક્તિનું સુતક હોવાના કારણે તેમના પરિવારજનો તેનો આત્મા લેવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ પરિવારજનો છોટા ઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી છે.

  • Follow us on: