અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં આવેલા આકાશગંગા બંગ્લોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ મકાનનું તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો. પરંતુ ઘરમાં કિંમતી સામાન ન મળતાં તેણે અનોખી રીતે રોષ વ્યક્ત કરીને ભાગી છૂટ્યા હતા. નરોડાના આકાશગંગા બંગ્લોઝમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
આકાશગંગા બંગ્લોઝમાં મકાનનું તાળું તોડ્યું
જોકે લાંબો સમય શોધખોળ કરવા છતાં તસ્કરોને ઘરમાંથી કોઈ કિંમતી સામાન કે રોકડ મળી નહોતી. પોતાના ચોરીના પ્રયાસમાં નિષ્ફળ જતાં તસ્કરે વિચિત્ર પગલું ભર્યું હતું. ચોરી ન કરી શકવાના રોષમાં તસ્કરે ઘરની અંદર પાનની પિચકારીઓ મારીને ગંદકી કરી હતી. આ ઘટનાથી મકાન માલિકો ચોંકી ઊઠ્યા હતા. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.













