અમદાવાદના સોલા વિસ્તારમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે. સોલા બ્રિજ પર રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારચાલક અને રિક્ષાચાલક બંને ઇજાગ્રસ્ત થયા હતા.ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી

પ્રાથમિક માહિતી અનુસાર કાર ઓવરસ્પીડમાં હોવાના કારણે નિયંત્રણ ગુમાવતા રિક્ષા સાથે જોરદાર અથડામણ થઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને કારણે બ્રિજ પર થોડો સમય ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સોલા બ્રિજ પર વારંવાર ઓવરસ્પીડના કારણે અકસ્માતો થતા રહે છે.વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ માટે સ્પીડ પર નિયંત્રણ લાવવાની અને કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ

પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ઓવરસ્પીડે વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. પોલીસ અને સ્થાનિકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

આ પણ વાંચોઃ Ahmedabad News : ગરમીમાં હીટવેવને પગલે AMCનો એક્શન પ્લાન તૈયાર, 350 જેટલી જગાઓ પર પાણીની પરબ શરૂ કરાઈ


  • Follow us on: