શહેરના ન્યુ રાણીપના બલોલનગર બ્રિજ પર એક ગેંગના લોકોએ પસાર થતા અનેક વાહન ચાલકોને રોકીને હથિયાર બતાવી ભયનો માહોલ ઉભો કર્યો હતો. જ્યારે એક વાહનમાં આ લોકોએ નુકસાન કર્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખરે પોલીસે આ મામલે આ ગેંગ સામે ગુનો નોંધી કર્યવાહી કરી છે.


 અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો

અમદાવાદમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ શહેરના બલોલનગર બ્રિજ બાનમાં લીધો હતો. વાહન ચાલકોને ડર બતાવી એક વાહન ચાલક પાસેથી 47 હજાર લૂંટયા હતા. અસામાજિક તત્વોએ છરા અને લાકડી લઈને વાહનોમાં પણ તોડફોડ કરી મોપેડ અને બુલેટ લઈ ગયા હતા. આ ઘટના મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.

 પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી 

શહેરમાં અસામાજિક તત્વોએ આતંકને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં રોહિત, રાહુલ, પ્રિતમ, કટીંગ, દેવા, રમાકાંત અને વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. આ અસામાજિક તત્વોને સાથે રાખી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ છે.


  • Follow us on: