AMCના વિરોધ પક્ષના નેતાએ રફીક ઉર્ફે વેપારી શેખ નામના શખ્સ સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણને રફીક વેપારી ચંડોળા ડિમોલેશનના નામે બ્લેકમેઇલ કરતો હોવાનું પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.


ચંડોળા ડિમોલેશનના નામે શહેઝાદખાનને બ્લેકમેલ કરતો

શહેઝાદખાન પઠાણે પોતાની પાસે ખંડણી માંગનાર સામે ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ મુજબ રફીક વેપારી ચંડોળા ડિમોલેશનના નામે શહેઝાદખાનને બ્લેકમેલ કરતો હતો અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી

2 કરોડની ખંડણી અને 3 BHK ફ્લેટની માંગણી કરી

રફીક વેપારીએ શહેઝાદખાન પઠાણ પાસે 2 કરોડની ખંડણી અને 3 BHK ફ્લેટની માંગણી કરી હતી. ચંડોળામાં થયેલું ડિમોલીશન શાહઝાદખાને કરાવ્યું હોવાનો વીડિયો અપલોડ કરીને રફીક બ્લેકમેઇલ કરતો હતો અને સમાધાન માટે 2 કરોડ અને ફ્લેટની માગ કરી હતી


  • Follow us on: