પોલીસ પંચાતમાં લખવામાં આવતી મોટાભાગની વાતો પર સચ્ચાઈનો સિક્કો વાગી રહ્યો છે. શાહીબાગના પીઆઈની બદલીને લઈ લખવામાં આવેલી વિગતોના ગણતરીના કલાકોમાં તેમણે પોલીસ મથક છોડી દેવું એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. વાત હવે એવા વહિવટખોરોની કે જે બેફામ પણે અધિકારીઓના આશીર્વાદથી ખિસ્સા ગરમ કરી રહ્યા છે.
ગાંધીનગરથી નજીક અને અમદાવાદમાં આવેલા એક પોલીસ સ્ટેશનનો વહિવટદાર પોતાને "PI" સમજી બેઠો છે
પશ્ચિમ વિસ્તારનું એક પોલીસ સ્ટેશન કે જે વિવાદોથી ઘેરાયેલું છે અને તેના પીઆઈ પણ વિવાદોમાં આવી ગયા છે અને હાઈકોર્ટ સુધી તે પીઆઈને ધક્કા પણ ખાવાનો વારો આવ્યો છે, આ પોલીસ સ્ટેશનમાં એવી પણ ફરિયાદ ઉઠી છે કે, ડી સ્ટાફમાં પીઆઈ તેમના માનીતા સ્ટાફને જ મૂકે છે, આ વિસ્તારમાં એક નિવૃત અને ડીઈઓ થયેલો નવિંતમ વહિવટદાર પોતાને સુપર પીઆઈ માનીને આખુ પોલીસ સ્ટેશન ચલાવે છે, વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ જે વિસ્તારમાં આવેલું છે તે વિસ્તારમાં આ વહિવટદારની ફાંકાફોજદારી હજી ઉતરથી નથી.
K કંપનીમાં નાના અધિકારીઓના વહિવટ કરતા લોકોની જ કેમ બદલી કરવામાં આવે છે ?
લાંબા સમય પહેલા અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનમાં વહિવટ કરતા વહિવટદારોની બદલી કે કંપનીમાં કરવામાં આવી છે અને કે કંપનીમાં સજાના ભાગરૂપે મૂકવામાં આવે છે પોલીસ કોન્સ્ટેબલને, ત્યારે મોટી સ્કવોર્ડના અધિકારીઓનો વહિવટ કરતા મગરમચ્છોને કેમ K કંપનીમાં મૂકવામાં આવતા નથી તે વાતને લઈ પોલીસ બેડામાં ચર્ચામાં ચાલી રહી છે, મોટા મગરમચ્છોને પણ કે કંપનીમાં સજાના ભાગે પણ મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે, મોટા મગરમચ્છો પર ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ હોય છે અને તેમની સેવા કરવામાં આવતી હોવાથી તેઓ બચી જાય છે અને કે કંપનીમાં તેમને મૂકવામાં આવતા નથી આવી વાતે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસમાં ચર્ચાના એરણે છે.
અમદાવાદના ઘણા PIની બદલી આવવાનું નક્કી
અમદાવાદ શહેરમાં પોલીસ બેડામાં ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે, પીઆઈની બદલી આવે છે આવે છે, અને ઘણા પીઆઈ બદલીની રાહ જોઈને બેઠા છે, ઘણા પીઆઈએ જિલ્લા બહાર બદલી માટે ડીજી ઓફિસમાં અરજી પણ કરી છે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં ઘણા પીઆઈની આંતરિક બદલી આવશે તેવી માહિતી ચોક્કસ સૂત્રો તરફથી સામે આવી રહી છે, પીઆઈની બદલીનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે, જેવા તહેવારો પૂર્ણ થશે અને બદલી આવશે તે વાત પણ નક્કી છે, ઘણા પીઆઈ સારા પોલીસ સ્ટેશનમાં બદલી કરાવવા માટે રાજકીય સંપર્કો પણ કરી રહ્યાં છે.
દારૂની રેડમાં PIને સસ્પેન્ડ કર્યા પણ અન્ય એજન્સીના PIને કરાશે સસ્પેન્ડ ?
થોડાક સમય પહેલા પશ્ચિમ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એક મીડિયા દ્વારા સ્ટીંગ ઓપરેશન કરીને વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તે બાદ ઉચ્ચ અધિકારીએ તે પીઆઈને હેડ કવાર્ટર મૂકી દીધા છે, ત્યારે મહત્વની વાત તો એ છે કે, અમદાવાદ શહેરમાં અન્ય પણ ક્રાઈમ એજન્સીઓ છે અને તે એજન્સીના અધિકારીઓ પણ જાણે છે કે શહેરમાં કયાં દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યાં છે, એક પીઆઈને હેડ કવાર્ટરમાં મૂકવામાં આવે છે તો અન્ય એજન્સીના મગરમચ્છો સામે કેમ કોઈ પગલા ભરવામાં આવતા નથી, તે વાતને લઈ પોલીસ બેડામાં જોર પકડયું છે, મોટા મગરમચ્છો નાની માછલીઓને ગળી જાય છે પણ એજન્સીના મોટા મગરમચ્છો પર કાર્યવાહી કયારે ? સજા તો બધાને એક સરખી જ મળવી જોઈએ, એકને ગોળ અને બીજાને ખોળ આવી તે કેવી સિસ્ટમ અમદાવાદ પોલીસની?













