અમદાવાદના માધુપુરામાં ક્રિકેટ સટ્ટા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો છે, ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલે વહેલી સવારે 4 વાગે દુબઈથી હર્ષિતને ડિપોર્ટ કર્યો છે, હર્ષિત જૈનને દુબઈથી ડિપોર્ટ કરાતા SMCએ કરી ધરપકડ અને હર્ષિતની ઓફિસમાંથી 2300 કરોડનો સટ્ટો ઝડપાયો હતો, તો અમદાવાદ PCBની રેડમાં મુખ્ય આરોપી હતો હર્ષિત જૈન અને મહાવીર એન્ટરપ્રાઇઝના નામે સટ્ટા હવાલા નેટવર્ક ચાલતુ હતુ. કેસમાં અત્યાર સુધી કુલ 35થી વધુ આરોપી ઝડપાયા છે.
માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો
ગુજરાત પોલીસની મજબૂત પોલીસ એજન્સી એટલે સ્ટેટ મોનિટરીંગ સેલ અને આ એજન્સીએ સટ્ટાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, માધુપુરામાં સટ્ટો રમાતો હતો ક્રિકેટને લઈ અને તેને લઈ અમદાવાદ પીસીબીએ દરોડા પાડયા હતા, આ કેસમાં મુખ્ય આરોપી હર્ષિત જૈન છે, જે 1 કરતા વધારે વર્ષથી ફરાર હતો અને પોલીસે હર્ષિત જૈન સામે લુકઆઉટ સક્યુલર રેડ કોર્નર નોટિસ પણ કાઢી હતી પરંતુ આ રીઢો આરોપી પોલીસના શરણે થયો ન હતો, તો દુબઈ પોલીસની મદદથી ગુજરાતની સ્ટેટ મોનિટરીંગ સેલે આ ઓપરેશન પાર પાડયું છે.
અમદાવાદના ભૂતપૂર્વ પીસીબી પીઆઈ તરલ ભટ્ટની ટીમે કરી હતી રેડ
આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો 28 માર્ચ 2023ના રોજ અમદાવાદના માધુપુરામાં અમદાવાદ પીસીબીની ટીમે દરોડા પાડીને સટ્ટાકાંડ ઝડપી પાડયો હતો, બેંકના એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરવામાં આવતું હતુ અને તે રૂપિયાનો ઉપયોગ ક્રિકેટના સટ્ટામાં થઈ રહ્યો હતો તેવી માહિતી પોલીસને હતી અને પોલીસે તપાસ કરી હતી તો લેપટોપ અને ચેકબુક પણ મળી આવી હતી, પોલીસને રેડ દરમિયાન 7 મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મોબાઈલ એપ્લિકેશનથી સટ્ટો રમાડતા હતા
આ સમગ્ર કેસમાં પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ કે, એક મોબાઈલમાં એપ્લિકેશન હતી અને તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને બુકીઓ સટ્ટો રમાડતા હતા, અલગ-અલગ લોકોને એજન્ટ બનાવી આઈડી ઉભા કરવામાં આવતા હતા અને તે એજન્ટોના મારફતે લોકો સટ્ટો રમતા હતા, આ સટ્ટા કેસનો મુખ્ય માસ્ટર માઈન્ડ દિપક ઠક્કર હતો અને એક વર્ષ અગાઉ સ્ટેટ મોનિટરીંગ સેલે તેની પણ દુબઈથી ધરપકડ કરી હતી. ગુજરાતના અલગ-અલગ જિલ્લાના લોકો આ સટ્ટો રમતા હતા. આ સટ્ટાકાંડમાં અત્યારસુધીમાં 30 કરતા વધુ લોકો ઝડપાઈ ગયા છે.