અમદાવાદમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડનાર 3 આરોપીઓ ઝડપાયા છે.ચાંદખેડા પોલીસે બાતમીના આધારે આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,સ્ટેડિયમમાંથી 2 આરોપીઓ અને એક આરોપી ચાંદખેડાથી ઝડપાયા છે,ત્રણેય સામે અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી છે,ત્યારે પોલીસે મોબાઈલ ફોન લઈ વધુ તપાસ આદરી છે.
ચાંદખેડા પોલીસે 3 યુવકોને ઝડપી પાડયા
એક તરફ અમદાવાદમાં આઈપીએલ મેચ ચાલી રહી હતી અને બીજી તરફ આરોપીઓ મેચનો સટ્ટો રમાડતા હતા ત્યારે પોલીસે સ્ટેડિયમની અંદરથી બે આરોપીઓને દબોચી લીધા છે,મેચ જોઈને સટ્ટો રમાડતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,તો મોબાઈલ ફોનમાંથી પોલીસને અલગ-અલગ આઈડી પણ મળી આવ્યા છે.આરોપીઓ કોના આઈડીથી અને આગળ કોણ સટ્ટો રમાડતું હતુ તે દિશામાં તપાસ આદરી છે,અગાઉ પણ મેચમાં સ્ટેડિયમમાંથી સટ્ટો રમાડતા લોકો ઝડપાયા હતા.
24 માર્ચ 2025ના રોજ પણ નરોડામાંથી સટ્ટો ઝડપાયો હતો
નરોડા પોલીસે ચોક્કસ બાતમી આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો, જ્યાં એક વ્યકિત મોબાઇલમાં ઓન લાઇન ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાનો પર્દાફાસ થયો હતો. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને સ્થળ ઉપરથી લેપટોપ તથા ત્રણ મોબાઇલ કબજે કરીને સ્ક્રીન શોર્ટ લઇ લીધો હતો. મોબાઇલની તસાલી કરતાંજ તેમાંથી લાખો રૃપિયાનું બેલેન્સ મળી આવ્યું હતું. આ બનાવ અંગે નરોડા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.