હાલમાં આઈપીએલની ક્રિકેટ મેચ ચાલી રહી છે. તાજેતરમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલની મેચ પર સટ્ટો રમતા લોકોને પકડવા પોલીસ સક્રિય થઈ હતી. આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા તથા દારૂની મહેફિલ માણતા સાત ઈસમોને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યા હતાં.પોલીસે આ ઈસમો પાસેથી 33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સાત ઈસમો સટ્ટો રમતા દારુની મહેફિલ માણતા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને સાણંદ ગામની સીમ, ક્લહાર બ્લ્યુ ગ્રીન મકાન ખાતેથી તાજેતરમાં રમાતી આઇ.પી.એલ-૨૦૨૫ની ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમતા તથા સાથે દારૂની મેહફીલ માણતા ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતાં. આ ઈસમો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. પોલીસે આ મહેફિલમાં ભંગ પાડીને ક્રિકેટ સટ્ટાનો જુગારનો કેશ, દારૂની મહેફીલનો કેશ, દારૂના પજેશનનો કેશ એમ કૂલ ત્રણ અલગ-અલગ ગુનાઓ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
ક્રિકેટ સટ્ટો રમી-રમાડતા મો.ફોન તથા અંગઝડતીમાંથી મળી આવેલ મો.ફોન નંગ-૧૩ કિ.રૂ.૨,૯૦,૦૦૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂપીયા ૮૦,૨૨૦/- તથા ટી.વી. નંગ-૧ કિંમત રૂ.- ૧૦,000/-તથા ચેનલ સેટઅપ બોક્સ નંગ-૧ કિંમત રૂ.-૧,૦૦૦/- તથા વાહન-૫ કિ.રૂ. ૨૯,૫૦,૦૦૦/- તથા દારૂની મેહફીલ માણતા મળી આવેલ ભારતીય બનાવટની દારૂનો ખુલ્લી બોટલ-૧ કિ.રૂ. ૧,૫૦૦/- તથા ઇંગ્લીશદારૂની બોટલ નંગ-૨૬ તથા બીયર ટીન નંગ-૪ મળી કુલ રૂ.-૨૧,૨૭૫/- તથા અન્ય મુદ્દામાલ મળી કૂલ કિ.રૂ.૩૩,૬૮,૯૯૫/-નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.