ગુજરાતમાં આજે પણ લોકોને ડાયરાનો કાર્યક્રમ પસંદ છે. ડાયરા અને કેટલાક સામાજીક કાર્યક્રમોમાં તમે કલાકારો પર નોટોનો વરસાદ થતો જોયો હશે. પરંતુ કયારેય કોઈ ઘોડા પર નોટોનો વરસાદ જોયો છે. જો તમે ઘોડા પર નોટો નો વરસાદ નહીં જોયો હોય તો જરૂર આ માહિતી તમારા માટે છે. અમદાવાદમાં એક સામાજીક કાર્યક્રમમાં ઘોડા પર લાખો રુપિયાનો વરસાદ થયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘોડો કોઈ સામાન્ય નથી પરંતુ અન્ય રાજ્યમાં અનેક કોમ્પિટીશન જીતનાર ચેમ્પિનય મનરાજ છે.


મનરાજ ઘોડા પર રૂપિયાનો અધધ..વરસાદ

એક તરફ લગ્ન પ્રસંગ અને બીજી તરફ લોક ડાયરો અને તેવામાં આ ઘોડો એન્ટ્રી કરે છે ત્યારે લોકો દ્વારા તેનું શાનદાર સ્વાગત કરવામાં આવે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો ઘોડાને જોતા જ દંગ રહી ગયા, કારણ કે જે ઘોડા પર રૂપિયાનો વરસાદ થતો હતો. અને મહેમાનોને વધુ આશ્ચર્ય એટલે થયું કે ઘોડા પર એકાદ બે હજાર નહી પરંતુ 10 લાખ રુપિયા એક કાર્યક્રમમા ઉડ્યા. આ ઘોડાનુ નામ ચેમ્પિયન મનરાજ છે. જે મારવાડી નશ્લની અલિશાન લાઈનનો આ ઘોડો છે.. માત્ર સાડા 3 વર્ષની ઉમંરનો આ મનરાજ મહારાષ્ટ્ર,. રાજસ્થાન અને ગુજરાતમાં પણ હોર્ષ કોમ્પિટીશન જીતી ચુક્યો છે.. ક્યારેક સર્ટીફીટેક. ક્યારેક ટ્રોફી તો ક્યારેક 1 કિલો ચાંદી પણ આ મનરાજ જીત્યો છે.

ચેમ્પિયન મનરાજે જીતી છે અનેક સ્પર્ધા

ચેમ્પિયન મનરાજ જ્યારે જ્યારે કોઈ કોમ્પિટિશનમા ઉતરે છે. ત્યારે ત્યારે તે જીત મેળવી ને આવે છે. કારણ કે ઘોડાની તાલિમ જ તે પ્રકારે આપવામાં આવે છે. અને ખાસ તો તેના માટે ટ્રેનર પણ રાખવામાં આવ્યા છે. જે સવારથી સાંજ સુધી તેની દેખરેખ રાખે છે.. તેને તમામ સ્પર્ધા માટે તૈયાર કરે છે. અને માટે જ મનરાજની જીત તેના કેર ટેકરની જીત સમાન છે.. જે માટે ટ્રેનર પણ ઘોડાની સાથે જ પરસેવા પાડે છે.

માલિકની ઓળખ બન્યો મનરાજ

છેલ્લા 3 વર્ષથી મનરાજને જીત માટે તૈયાર કરવામાં આવે છે. અને હવે સમય એવો આવ્યો છે કે મનરાજ તેના માલિક અને કેર કેટર માટે ઓળકનુ પ્રતિક બન્યો છે.. કારણ કે જ્યાં જ્યાં મનરાજ જીતે છે. ત્યાં ત્યા તેના પર નોટોનો વરસાદ થાય છે. આ સાથે જ મનરાજની બ્રિડ માટે પણ ઘોડા રાખનાર લોકો 75 હજાર સુધી ચુકવે છે. જે કદાચ અત્યાર સુધીના સૌથી વધુ રુપિયા મેળવનાર ઘોડો બન્યો છે.

  • Follow us on: