અમદાવાદના ઘાટલોડિયામાં ભાણાના લગ્નમાં ફાયરિંગ કરનાર મામાની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી છે,ચાલુ લગ્નમાં જાહેરમાં મામાએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ,તો સમગ્ર ઘટનાને લઈ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,તો પોલીસે વીડિયોના આધારે મામાની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે.


અમદાવાદમાં વરઘોડામાં ફાયરિંગ કરનાર સામે ગુનો દાખલ

અમદાવાદના ઘાટલોડિયામાં એવો બનાવ બન્યો કે તમે પણ વાંચીને ચૌંકી જશો,ઘાટલોડિયામાં ભાણાના લગ્ન હતા અને તે દરમિયાન મામાએ પિસ્તલ વડે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા વરઘોડામાં રહેલા સૌ કોઈ ચૌંકી ઉઠયા હતા,ઘોડી નાચી રહી હતી તે દરમિયાન આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે,તો પોલીસે મામાની પૂછપરછ કરી તો તેમણે કબૂલ્યું કે તેમણે હવામાં ફાયરિંગ કર્યુ છે,એક તરફ ફટાકડા અને બીજી તરફ ફાયરિંગ થતા લોકોમાં પણ કૂતૂહુલ સર્જાયું હતુ.

ભાણેજના લગ્નમાં મામાએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ઘાટલોડિયા વિસ્તારમાં વરઘોડામાં મામાએ ફાયરિંગ કરતા લોકોને મજા તો આવી ગઈ પણ મામા ગુનેગારની સજા ભોગવી રહ્યાં છે,મામાએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા પોલીસને જાણ થઈ અને પોલીસે કાર્યવાહી કરી છે,લાયસન્સ વાળી બંદૂકથી જાહેરમાં ફાયરિંગ કરવું તે ગુનો છે,જો તમારી પાસે લાયસન્સ વાળી પિસ્તલ છે અને કોઈ હુમલો કરે અથવા તો કોઈ એવા સંજોગો બને તો તમે ફાયરિંગ કરી શકો છો,પરંતુ કોઈની મજા માટે અથવા તો કોઈ પ્રસંગમાં આવી રીતે ફાયરિંગ કરો તો તે ગુનો બને છે.કુંભાભાઈ રાણા એ 19 એપ્રિલના રોજ વરઘોડામાં કર્યુ હતુ ફાયરિંગ.


  • Follow us on: