સાબરમતી પો.સ્ટે. વિસ્તારમાં વર્ષ 2009માં પ્રબોધ રાવલ બ્રિજ પાસે જાહેરમાં ફાયરિંગ કરી થયેલ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા (વોન્ટેડ) મુખ્ય બે આરોપીઓને ધોલપુર (રાજસ્થાન) તથા મુરેના (મધ્યપ્રદેશ) એમ બે અલગ અલગ રાજ્યો ખાતેથી વેશપલટો કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ૨ અમદાવાદ શહેર.
અમદાવાદના ઝોન-2 પોલીસની કાર્યવાહી
પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ ભરતકમાર રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ હસ્તકના પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ધાડ, ઘરફોડ જેવા અતિ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા (વોન્ટેડ) આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
બાતમીના આધારે ઝડપાયો આરોપી
સાબરમતી પો સ્ટે ગુ.ર.ન. ૪૦૭/ ૨૦૦૯ ઇપીકો કલમ ૩૦૨,૩૦૭, ૩૨૬, ૧૦૨(બી), ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા આર્મ એક્ટ કલમ ૨૧(૧)(બી) તથા બી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબના ડબલ મર્ડરના ગુનાના કામે આરોપીઓ લાંબા સમયથી વોન્ટેડ હોય જે ગુનાના કેસ કાગળોનો અભ્યાસ કરી તેમજ ગુનાના કામે ફરિયાદી અને સાહેદોને રૂબરૂ મળી વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી મેળવી ગુનાની હકીકત થી વાકેફ થઇ આરોપીઓને શોધી કાઢવા અંગે સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન એલ.સી.બી. સ્કોડના પો.સબ ઇન્સ કે.ડી.પટેલ તથા હેડ.કોન્સ મુકેશ રામાભાઈ નાઓને ચોક્કસ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સીસની મદદથી સંયુક્ત રીતે ખાનગી હકીકત મળેલ હતી.
15 વર્ષથી ફરાર હતો આરોપી
અમદાવાદ શહેર સાબરમતી પો.સ્ટે વિસ્તારમાં પ્રબોધ રાવલ બ્રિજ ના છેડે જાહેરમાં આજથી આશરે ૧૫ વર્ષ પહેલાં ગઈ તા. ૨૨/૧૧/૨૦૦૯ ના રોજ રાત્રીના સમયે ચણા જોર ગરમના ધંધા બાબતે જાહેરમાં ફાયરીંગ કરી ડબલ મર્ડરનો બનાવ બનેલ હોય જે અનુસંધાને સાબરમતી પો.સ્ટે. માં મર્ડરનો ગુનો દાખલ થયેલ હોય અને જાહેરમાં ફાયરીંગ કરી આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી મુન્નાસિંહ નારાયણ સિંહ કુશવાહ અને સહ આરોપી સીતારામ કુશવાહ બનાવ બાદ નાશી ગયેલ હોય અને મજકુર બંને આરોપીઓ છેલ્લા ૧૫ વર્ષથી વોન્ટેડ હોય જેમાં આરોપી મુન્નાસિંહ કુશવાહ હાલ રાજસ્થાન ના ધોલપુર તેમજ સીતારામ કુશવાહ મધ્યપ્રદેશ ના મૂરેના વિસ્તારના ગામડાઓમાં છુપાયા હતા.
સાબરમતી પોલીસને સોંપ્યા આરોપીઓને
ઉપરોક્ત આરોપીઓ પકડવા બાબતે એલ.સી.બી. ઝોન ૨ ની ટીમ ના પો.સબ.ઇન્સ. કે.ડી પટેલ હેડ કોન્સ કલ્પેશકમાર પ્રેમજીભાઈ, પો.કોન્સ ચિરાગ જયરામભાઈ તથા અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ નાઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશ ખાતે તપાસમાં મોકલતા ટીમ દ્વારા સતત બે દિવસ સુધી બંને આરોપીઓના રહેણાંક મકાનો અને કામ કાજ વાળી જગ્યાઓ આજુબાજુ મા દૂધવાળો બનીને તેમજ ટ્રેકટર ચલાવીને તેમજ ફ્રુટની લારીના ફેરિયા બનીને વેશપલટો કરી ને મજકુર બંને આરોપીઓ બાબતે ચોક્કસ માહિતી એકત્ર કરી આરોપીઓની ઓળખ કરી ડબલ મર્ડર ના વોન્ટેડ બંને આરોપીઓને પકડી પાડી તેઓના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી હેતુ થી સાબરમતી પો.સ્ટે ને સોંપવા તજવીજ કરેલ છે
આરોપીઓના નામ :-
(૧) મુન્નાસિંહ નારાયણસિંહ કુશવાહ ઉવ ૪૮, રહે હાલ, ઓદી કા પૂરા ગામ, તા.જી. ધોલપુર, મૂળ રહે ગામ બીજોલી, તા. બાડી,જી ધોલપુર
(૨) સીતારામ ભગવાનસિંગ કુશવાહ..ઉવ.પડ રહે.ખેડા મેવડા, ખેડા કા પરા, થાણા. માતા બસૈયા, તા.જી. મુરેના મધ્યપ્રદેશ













