અમદાવાદમાં સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. DRIએ સમગ્ર સિન્ડિકેટનો પર્દાફાશ કરીને કૂલ 29 કિલો વિદેશી મુળનું સોનું જપ્ત કર્યું છે. DRI દ્વારા દિલ્હી અને અગરતલામાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં દુબઈ અને બાંગ્લાદેશથી સોનું ભારતમાં ઘૂસાડાતુ હોવાનો પર્દાફાશ થયો છે. DRIની તપાસમાં ત્રિપુરા સરહદથી સોનાની દાણચોરી થતી હોવાનું સામે આવ્યું છે. અગરતલાના જ્વેલર્સ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ
DRI દ્વારા સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દિલ્હી અને અગરતલામાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરીને 29.2 કિલો વિદેશી મૂળનું 40 કરોડથી વધુનું સોનું અને 2.9 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. DRIની તપાસમાં દુબઈ અને બાંગ્લાદેશથી ભારતમાં સોનું ઘૂસાડવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. ત્રિપુરા બોર્ડર પરથી સોનાની દાણચોરી થતી હોવાનું પણ સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્ક સાથે સંકળાયેલા અગરતલાના જ્વેલર્સ સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.












