અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ જોવા મળ્યું. માતા અને પુત્રી મામલામાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ ઇન્સેપકટરનો ઉધડો લીધો. ચાંદખેડાના પોલીસ ઇન્સેપકટર પર અત્યારે કોર્ટ લાલઘૂમ થઈ છે. એક કિસ્સામાં માતાને પુત્રી સાથે મુલાકાત ના કરવા દેતા કોર્ટે પીઆઈનો ઉધડો લીધો. આ મામલામાં કોર્ટે આકરું વલણ અપનાવતા ટકોર કરી કે જો સરકાર તપાસ નહી કરે તો હાઈકોર્ટ આદેશ આપશે.


માતા-પુત્રીના કેસમાં કોર્ટ લાલઘૂમ

એક કેસમાં પોલીસ અધિકારીના વલણને લઈને ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ. માતાને તેની 4 વર્ષની પુત્રીને મળવા ન દેતા હાઇકોર્ટે જવાબદાર પોલીસ અધિકારીને ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે આવા પોલીસ અધિકારીઓ સમાજ માટે જોખમી છે. જો સરકાર આવા અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચલાવે નહીં તો આખરે કોર્ટે દરમિયાનગીરી કરવી પડશે. સરકાર અધિકારીઓ પર મહેરબાન રહેશે તો હાઇકોર્ટ તપાસના આદેશ આપશે. વધુમાં કોર્ટે કહ્યું કે જે કેસમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે તેવા 8 કેસોમાં પીઆઇ તપાસ કેમ કરતા નથી.

પરિવારની અરજી પર કોર્ટની ટકોર

જણાવી દઈએ કે અમદાવાદના ચાંદખેડા પીઆઈ 4 વર્ષની દીકરીને માતાને ના મળવા દેતા હોવાની 4 હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે પોલીસ અધિકારીના વલણને બેજવાબદાર અને માનવતા વિરુદ્ધ ગણાવ્યું. કોઈપણ મહિલા ગુનેગાર હોય છતાં તે પોતાના પરિવારને મળી શકે છે. ખાસ કરીને જ્યારે તેના સંતાનને તે મળી શકે છે. આ કિસ્સમાં મહિલાને 4 વર્ષની પુત્રી છે છતાં પોલીસ દ્વારા તેને ના મળવા દેવાતા પરિવારે કોર્ટનું શરણ લીધું.

  • Follow us on: