અમદાવાદમાં પ્રતિબંધિત ચલણી નોટો સાથે પાંચ યુવક ઝડપાયા છે અને પ્રતિબંધિત 500ના દરની 400 ચલણી નોટો મળી આવી છે, અમરાઈવાડીના નાગરવેલ ચાર રસ્તા પાસેથી પાંચ યુવક ઝડપાયા છે અને અલગ-અલગ દરની 16.99 લાખની ચલણી નોટ મળી આવી છે, અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચેકિંગ દરમિયાન આ યુવાનોને ઝડપી પાડયા છે, ચલણી નોટોનો ઉપયોગ શેમાં કરવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રતિબંધિત 500ના દરની 400 ચલણી નોટો મળી
અમદાવાદના અમરાઈવાડીમાં પ્રતિબંધિત ચલણી નોટો સાથે પાંચ યુવક ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે નોટોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી નોટ ઝડપાતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી ત્યારે જોવાનું એ રહ્યું કે આ કેસમાં શું ખુલાસો થાય છે, હાલમાં પોલીસે ગુનો તો નોંધી લીધો છે પરંતુ મહત્વની વાત તો એ છે કે જે નોટ પ્રતિબંધિત છે તે નોટનો ઉપયોગ શેમાં કરવાનો હતો, કયાંક નકલી નોટ છાપવાના કૌંભાડમાં તો આ નોટ ઉપયોગમાં નથી લેવાની ને તે દિશામાં તપાસ શરૂ છે.













