ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. પોલીસ દ્વારા આ પ્રકારના બનાવો અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તેવામાં દુબઈમાં પ્રેકિટસ કરતા એક ડોક્ટર જ સાયબર ક્રાઈમનો ભોગ બન્યાં છે. ગઠિયાઓએ ગાંધીનગર ક્લાસ વન અધિકારી તરીકે ઓળખ આપીને ડોક્ટર પાસેથી 4.53 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
લોન આપવાનું કહીને 4.53 લાખ પડાવી લીધા
અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમની એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં દુબઈમાં પ્રેક્ટિસ કરતાં એક ડોક્ટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યાં છે. ગઠિયાઓએ ગાંધીનગરના ક્લાસ વન અધિકારી તરીકે ઓળખ આપી બે કરોડની લોન અને 40 ટકા સબસિડી મળશે તેવી લાલચ આપી હતી. આ ગઠિયાઓએ ડોક્ટરને લોન આપવાનું કહીને 4.53 લાખ પડાવી લીધા હતાં. ડોક્ટરને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surendranagar News : પાટડીમાં બે વ્યક્તિઓએ CNG પંપ પર લૂંટ ચલાવી હુમલો કર્યો













