રાજ્યમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ દિવસે ને વધી રહી છે, આજના ડિજિટલ યુગમાં નોકરીની લાલચે ઘણા યુવાનો વિદેશના સપના સાથે પોતાનું ભવિષ્ય ઘડવા નીકળે છે, પરંતુ કેટલીક વખત આ સપના છેતરપિંડીના જાળમાં ફેરવાઈ જાય છે, તેવી જ એક ચૌંકાવનારી ઘટના અમદાવાદના એક યુવકની સાથે થઈ છે, જેમાં વર્ક પરમિટ વિઝાનું નામ આપીને તેને થાઈલેન્ડના બેંગકોક બોલાવવામાં આવ્યો અને ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈ સાયબર ફ્રોડની ટ્રેનિંગ આપવામાં આવી.
વર્કપરમિટના બહાને બેંગકોક બોલાવ્યો અને ગોંધી રાખ્યો યુવકને
આ દરમિયાન, યુવકનો પાસપોર્ટ જપ્ત કરી, તેની પાસેથી ભારત પરત ફરવા માટે 3.50 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી, અમદાવાદ પૂર્વમાં રહેતા એક યુવકને બેંગકોકમાં વર્કમીટના નામે બોલાવ્યા બાદ તેને ગેરકાયદે મ્યાંનમાર લઇ જઇને તેને કોલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવાની તાલીમ આપવામાં આવી હતી પરંતુ, યુવકે ગેરકાયદે કામ કરવાની ના પાડતા તેને ગોંધી રખાયો, યુવકને 19 એપ્રિલથી 21 મે સુધી મ્યાનમારમાં ગોંધી રાખીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો, યુવકને ભારત પરત આવવા માટે સાડા ત્રણ લાખની માંગણી કરવામાં આવી હતી.
Also Read
Ahmedabad News: દુષ્કર્મના આરોપી આસારામને મેડિકલ ચેકઅપ માટે સિવિલ લવાયો, VVIP સુવિધાઓ સાથે હોસ્પિટલમાં દાખલ
Ahmedabad Police News : અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 31 PIની કરી આંતરિક બદલી, ઘાટલોડિયા અને શાહીબાગ PIની જગ્યા ભરાઈ
Ahmedabad : નિકોલના ખાઉધરા પોઈન્ટમાં ભોજનમાંથી નીકળ્યો મૃત વંદો, ગ્રાહકને થયો કડવો અનુભવ
યુવકને આઈટી કંપનીમાં જોબ માટે ઓફર કરી હતી
જે ઓનલાઇન ટ્રાન્સફર થતા યુવકનો છુટકારો થયો હતો, આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે યુવકને બગકોક મોકલનાર કિંજલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે અભિષેકસિંગ નામના વ્યક્તિની સૂચના મુજબ ગુજરાતમાં કામ કરતો હતો, ત્યારે પોલીસે હાલ કિંજલ શાહની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે, આ ઘટનામાં મુખ્ય આરોપી વડોદરાનો અભિષેકસિંહ છે જે હાલ દુબઈમાં છે અને ત્યાંથી આખું કૌંભાંડ આચરી રહ્યો છે, ભોગબનાર યુવક સોશિયલ મિડીયા પર અભિષેકસિંગ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો જેને ભોગ બનારને બેંગકોક થાઇલેન્ડમાં આઇટી કંપનીમાં પ્રતિમાસ રૂપિયા એક લાખના પગારની જોબ ઓફર કરી હતી.
યુવકને જંગલમાં લઈ જઈને માર પણ મારવામાં આવ્યો
જેમાં કંપની રહેવા-જમવાની તેમજ ટિકિટની વ્યવસ્થા કરી આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી, જેથી યુવકે હા કહેતા અભિષેકસિંગે ગુજરાતમાં તેના વતી કામ કરતા અને વડોદરામાં રહેતા કિંજલ શાહ નામના વ્યક્તિની મદદથી યુવકના વિઝા સહિતની પ્રોસેસ કરાવી હતી પરંતુ, યુવક જ્યારે બેંગકોક પહોંચ્યો ત્યારે એક કારમાં તેને થાઇલેન્ડની બોર્ડર પર લઇ જવાયો હતો જ્યાં તેનો પાસપોર્ટ જપ્ત કરીને જંગલના વિસ્તારમાં આશરે 15 કિલોમીટર સુધી ચલાવીને ગેરકાયદે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર લઇ જવાયો હતો જ્યાં તેને સાયબર ક્રાઇમને લગતી તાલીમ લેવા માટે ફરજ પાડવામાં આવી હતી પરંતુ, માર મારીને તેને ફરજિયાત તાલીમ આપી હતી.
મુખ્ય આરોપી અભિષેકસિંગ મુળ વડોદરાનો વતની છે
જે નોકરીના નામે બેંગકોક ગયો હતો જ્યાંથી મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદે કોલ સેન્ટર પર કામ કર્યા બાદ તે લીડર તરીકે કામ કરીને સોશિયલ મિડીયાથી યુવકોને નોકરીના નામે બેંગકોક બોલાવીને ગેરકાયદે કોલ સેન્ટર પર કામ કરાવતો હતો જો કોઇ ત્યાં કામ કરવાની ના પાડે તો બંધક બનાવીને તેને માનસિક યાતના આપવામાં આવે છે જ્યારે અનેક યુવાનો નાણાં કમાવવાની લાલચમાં સ્વેચ્છાએે ગેરકાયદે કામ કરવા તૈયાર થઇ જાય છે જેમાં અભિષેકસિંહે વડોદરાના કિંજલ શાહ નામના એજન્ટને લોકોને થાઇલેન્ડ સુધી મોકલવાની જવાબદારી સોંપી હતી જેમાં કિંજલ દ્વારા અત્યાર સુધીમાં બે લોકોને નોકરીના નામે બેંગકોક મોકલ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઉલ્લેખની છે કે સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઇમ આચરતી મોટાભાગની ગેંગ તેનું મુખ્ય કોલ સેન્ટર મ્યાનમાર અને કમ્બોડિયામાં ધરાવે છે જ્યાં નોકરીના બહાને માત્ર ભારતમાંથી જ નહી પણ દુનિયાના અનેક દેશોમાંથી યુવાનોને બોલાવીને તેમને સાયબર ક્રાઇમ આચરવા માટે ફરજ પાડવામાં આવે છે.










