અમદાવાદ શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેને લઈને પોલીસ દ્વારા આ પ્રકારના આરોપીઓને પકડી પાડવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ઝોન-7માં મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ ઉકેલી નાંખવા માટે એલસીબી વાસણા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાઓમાં ફરાર થયેલા આરોપીઓને પકડવાની વોચમાં હતાં. જેમાં ગુજસીટોકના ગુનામાં ફરાર થયેલો આરોપી ઝડપાઈ ગયો હતો.


આરોપી ગુજસીટોકના ગુનામાં ફરાર હતો

અમદાવાદમાં શહેરમાં ઝોન-7 એલસીબી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી હાલ દેત્રોજમાં છે. જેથી એલસીબીએ દેત્રોજ પોલીસને સાથે રાખીને વાસણા પોલીસના કૂલ ત્રણ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને દેત્રોજ ખાતેના બાતમી સ્થળેથી દબોચી લેવામાં આવ્યો હતો. આ આરોપી ગુજસીટોકના ગુનામાં ફરાર હતો.

વાસણા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાઓમાં ફરાર હતો

પોલીસે પકડેલો આરોપી પવનસિંહ સોલંકી વાસણા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાઓમાં ફરાર હતો. તેની સામે ગુજસીટોકનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સામે સોલા, વાસણા, એલીસબ્રિજ અને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. ઘણા સમયથી નાસતા ફરતા આ આરોપીને ઝોન-7ના પીઆઈ વાય.પી. જાડેજાની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: સરખેજ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે બાળકો સહિત 6 લોકો ઈજાગ્રસ્ત


  • Follow us on: