અમદાવાદના સરખેજમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મહમ્મદ પુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે બાળકો સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.


બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

અમદાવાદના સરખેજ મહમ્મદ પુરા રોડ પર હાલમાં ટીપી રોડ છે તેની પાસે ચાર રસ્તાનો ક્રોસિંગ બને છે.આ ચાર રસ્તામાં ચારે તરફ એકપણ સ્પીડ બ્રેકર નથી. આ જગ્યાએ ફરીવાર અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે અકસ્માત થતાં બે બાળકો સહિત 6 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

સરખેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી

અકસ્માતની જાણ થતાં જ સરખેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યાં છે.


આ પણ વાંચો: Dang News: જિલ્લામાં મોબાઈલ નેટવર્કનો અભાવ અને લોકોનું રોજગાર માટે સ્થળાંતર હોવાથી SIRની કામગીરીમાં મુશ્કેલી

  • Follow us on: