અમદાવાદના પાલડી વિસ્તારની ચંદ્રનગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતના સૌથી ઝેરી સાપોમાં ગણાતા રસેલ વાઇપર (ખડચિતળો) સાપના દેખાવાથી ગભરાટનો માહોલ ફેલાયો હતો. તાત્કાલિક એનિમલ લાઇફ કેરના વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભીને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા વિજય ડાભી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ 3 ફૂટ લાંબા આ ખતરનાક સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.


સદનસીબે કોઈ જાનહાનિ વગર સાપનું રેસ્ક્યુ કરાયું

વિજય ડાભીએ જણાવ્યું કે રસેલ વાઇપરને ગુજરાતીમાં ખડચિતળો કહેવામાં આવે છે. તેમાં હોમોટોક્સિન નામનું ઝેર હોય છે. તે કૂકરની સિટી જેવો અવાજ કરે છે અને સ્પ્રિંગની જેમ ઉછળીને બાઈટ કરવાની ક્ષમતા ધરાવે છે. જો આ સાપ બાઈટ કરે તો લોહી ગંઠાઈ જવાની ઘટના બને છે અને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. સદનસીબે કોઈ જાનહાનિ વગર આ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: