અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે એક વેપારી સાથે રોકડ રકમની ચોરીનો બનાવ બન્યો છે, જેમાં ગઠિયાઓ રૂ.3 લાખ રોકડા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. વેપારી જ્યારે પોતાની ગાડીનું સ્પેરવ્હીલ બદલી રહ્યા હતા ત્યારે આ ચોરીની ઘટના બની હતી. ગઠિયાઓએ પહેલા વેપારીના શર્ટ પર ગંદુ પ્રવાહી નાખીને તેમનું ધ્યાન ભટકાવ્યું હતું.


વેપારી સ્પેરવ્હીલ બદલતા હતા તે સમયે બન્યો બનાવ 

 વેપારી જ્યારે શર્ટ સાફ કરવામાં વ્યસ્ત હતા તે જ સમયે ગઠિયાઓએ ગાડીમાં રાખેલો રૂ.3 લાખ રોકડ ભરેલો થેલો લઈને હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી સ્પષ્ટ જોઈ શકાય છે. બાવળા પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધીને ગઠિયાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: