અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દારૂની ખેપ ઝડપી પાડી છે, પોલીસે એક કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપી ફરાર થયો હોવાની વાત સામે આવી છે, ડુંગળીની આડમાં દારૂ લઈ જવામાં આવતો હોવાની વાત છે, વાપીથી ગોંડલ લઇ જવામાં આવતો હતો દારૂ અને પોલીસને બાતમી મળતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
દારૂ લઈને આવનાર ટ્રક ચાલક મનસુખ કોડિયાતાર ઝડપાયો
પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારૂ વાપીથી ટ્રકમાં આવ્યો છે અને બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ દારૂ ઝડપ્યો છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપી ફરાર થયો છે, પોલીસે વિદેશી દારૂની 700 કરતા વધુ પેટીઓ જપ્ત કરી છે અને કુલ 1.25 કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળી મોટી સફળતા
બગોદરા અરણેજ રોડ પરથી બગોદરા તરફ આવી રહેલ ટ્રકમાં ડુંગળીની આડમાં થતી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની થતી હેરાફેરી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે, બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો દારૂ ભરેલો ટ્રક અને અલગ અલગ બ્રાન્ડની 700 દારૂની પેટી નંગ.બોટલ ૧૭૯૪૦ જેની કિંમત રૂપિયા.1,0૪,૭૨,૬૪૦ રૂપિયા થાય છે, તમામ મુદ્દામાલને બગોદરા પોલીસ સ્ટેશન ખાતે લવાયો છે અને બગોદરા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.