અમદાવાદના જમાલપુરમાં અકસ્માતની ઘટના બની છે જેમાં એએમસીની ટીપરવાન કારે અકસ્માત સર્જયો છે અને એક બાદ એક પાંચ વાહનોને અડફેટે લીધા છે જેમાં પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો બીજી તરફ આ ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે.


AMCના કચરાની ગાડીચાલકે એકનો જીવ લીધો

અમદાવાદના જમાલપુરમાં AMCના કચરાની ગાડીચાલકે એકનો જીવ લીધો છે, ગાર્બેજ કલેક્શન ગાડીચાલકે કર્યો અકસ્માત અને જમાલપુર પાસે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા છે, ઘટનાની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વાહનચાલકની અટકાયત કરી હતી, સ્થાનિકોએ કચરાની ગાડીના ચાલકને મેથીપાક પણ આપ્યો હતો. પોલીસે રાહુલ પરમારની અટકાયત કરી છે અને કોર્પોરેશનના અધિકારીને પોલીસે જાણ પણ કરી છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

જમાલપુરમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં એએમસીના ટીપરવાન ચાલકે અકસ્માત સર્જયો છે અને રોડ પર દોડધામ મચી હતી, લોકો જીવ બચાવવા માટે દોડયા હતા પરંતુ ટીપરવાનના ચાલકે બ્રેક મારવાના બદલે એકસ્કયુલેટર પર પગ મૂકી દીધો હતો, પોલીસે પણ સીસીટીવી લીધા છે અને ગુનો નોંધવાની તજવીજ હાથધરી છે, જે વ્યકિતનું મોત થયું છે તેમનો મૃતદેહ પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, એએમસીના ડમ્પરો હોય કે પછી ટીપરવેન હોય તેના ડ્રાઈવરો અકસ્માત સર્જતા હોય છે અને વાંરવાર આવી ઘટનાઓ અમદાવાદમાં બની છે.

 

  • Follow us on: