અમદાવાદમાં 100 મીટર લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે. રક્ષાબંધન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ રાખડી અપાશે. સ્કૂલના વિદ્યાર્થીઓએ 100 ફૂટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી છે. સ્કૂલમાં દર વર્ષે અલગ અલગ થીમ પર રાખડી બનાવાય છે. PM મોદીના સુશાસનના 11 વર્ષ પર આધારિત રાખડી બનાવવામાં આવી છે.ઓપરેશન સિંદૂરની થીમ પર પણ રાખડી બનાવાઈ છે. સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી રાખડી બનાવાઈ છે.


અમદાવાદમાં 100 મીટર લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં અનોખી 100 મીટર લાંબી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રક્ષાબંધન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ રાખડી અપાશે. રક્ષાબંધનની અનોખી રાખડી સૌના માટે બની આકર્ષકનું કેન્દ્ર છે. અમદાવાદમાં 100 મીટરની રાખડી સાથે રક્ષાબંધનની ઉજવણી કરાશે. સાધના વિનય મંદિર સ્કૂલમાં વિદ્યાર્થીઓએ 100 ફૂટ લાંબી રાખડી તૈયાર કરવમાં આવી છે.

ઓપરેશન સિંદૂર’ અને PM મોદીના સુશાસન આધારિત રાખડી 

છેલ્લા 19 વર્ષથી સ્કૂલ દ્વારા દર વર્ષે જુદી જુદી થીમ પર રાખડી બનાવવાની પરંપરા ચાલી રહી છે. આ વર્ષે રાખડીની થીમ ‘ઓપરેશન સિંદૂર’ અને PM મોદીના સુશાસનના 11 વર્ષ પર આધારિત કરવમાં આવી છે. ઓપરેશન સિંદૂર અને મોદી સરકારના 11 વર્ષની વિવિધ યોજનાની થીમ સાથે રાખડી તૈયાર કરાઈ છે. રાષ્ટ્રીય ગૌરવ અને સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી રાખડી સાથે રક્ષાબંધન ઉજવાશે. 

  • Follow us on: