ગુજરાત સરકાર અને પોલીસ ડ્રગ્સની હેરાફેરીને રોકવા માટે પોલીસ પ્રયાસો કરી રહી હોવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ જેવા શહેરમાં નાના ડ્રગ્સ પેડલરોની સક્રિયતા વધી રહી છે. શહેરમાં ફરીવાર 3.10 લાખ રૂપિયાની કિંમતનું 31 ગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ડ્રગ્સ સહિત એક આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
અમદાવાદમાં એસજી હાઈવે પર સ્થિત નિરમા યુનિવર્સિટી પાસેથી પોલીસે 3.10 લાખ રૂપિયાની કિંમતનું 31 ગ્રામ એમડી ડ્રગ્સ પકડ્યું છે. દાણીલીમડાના આમિન મંસુરીની ડ્રગ્સ સાથે પોલીસે ધરપકડ કરી છે. ડ્રગ્સનો જથ્થો આપનાર બનાસકાંઠાનો હિતેન્દ્ર ઉગમતાર ફરાર થઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.













