અમદાવાદના વટવા વિસ્તારમાં સનસનાટીભરી ઘટના બની છે, જ્યાં એક આરોપીએ જૂની અદાવતનો બદલો લેવા માટે ફાયરિંગ કર્યું છે. આ ઘટના ચાર માળિયા વિસ્તારમાં બની હતી. આરોપી ઇમરાન ઉર્ફે કડિયાએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
બદલો લેવા કર્યું ફાયરિંગ













