ગુજરાત એટીએસએ વધુ એક બોગસ હથિયાર લાયસન્સ કૌંભાડ ઝડપી પાડયું છે, જેમાં યુપીમાંથી બોગસ હથિયાર લાયસન્સ આપવામાં આવતા હોવાની વાત સામે આવી છે, કૌંભાડમાં સંડોવાયેલા 7 આરોપીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે, હથિયાર કઈ રીતે આપવામાં આવતા હતા તે દિશામાં પોલીસે પૂછપરછનો દૌર શરૂ કર્યો છે.


ATSએ વધુ એક બોગસ લાયસન્સ કૌભાંડ ઝડપ્યું

ગુજરાત એટીએસએ યુપીમાંથી હથિયારના બોગસ લાઇસન્સ ઇશ્યુ થયાનો પર્દાફાશ કર્યો છે,ગુજરાત ATSએ 7 આરોપીઓની કરી ધરપકડ શોલેસિંહ સેંગર, વેદ પ્રકાશસિંહ સેંગર, મુકેશ સિંહ, રાજેન્દ્રસિંહ, વિજયસિંહ, અભિષેક ત્રિવેદી, અજય સેંગરની ધરપકડ કરવામાં આવી છે જેમાં એટીએસએ 7 રિવોલ્વર 261 જીવતા કારતુસ જપ્ત કર્યા છે.

ઉત્તરપ્રદેશમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યું કરવાનું કૌભાંડ ઝડપાયું

ઉત્તરપ્રદેશમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યું કરવાનું કૌભાંડ ઝડપાયું છે, એટીએસ એ કૌભાંડમાં સંકળાયેલા ૭ આરોપીઓની ધરપકડ કરી, અમદાવાદના વસ્ત્રાલ, મેઘાણીનગર, અડાલજ વિસ્તારમાંથી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અગાઉ પણ ગુજરાત એટીએસએ હથિયાર લાયસન્સનો પર્દાફાશ કર્યો હતો.

અમદાવાદ નકલી હથિયાર લાયસન્સ કેસ

ATSની અલગ અલગ ટીમ તપાસમાં લાગી છે, જેમાં તપાસમાં સામે આવ્યું છે કે, કોઇ કચેરીમાંથી લાયન્સ નથી અપાયા, ATSએ સાત હથિયાર જપ્ત કર્યા છે અને આરોપીઓ 16 તારીખ સુધી રિમાન્ડ પર છે, નકલી લાયન્સ માટે 5 થી 11 લાખ લેવાતા, શ્યામસિંગ અને હેમાંગસિંગ સહિત 7 ઝડપાયા છે, આરોપી દેવકાંત પાંડે રૂપિયા લઈને લાયસન્સ આપતો, લાયસન્સ મેળવવા કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી, ઓલ ઈન્ડિયા એક્સેસ વાળા નકલી લાયસન્સ જપ્ત કરાયા છે, 2015થી આરોપીઓ પાસે આ લાયસન્સ હતા, એટા કલેક્ટરના લાયસન્સ ઇસ્યૂની તપાસ થશે.

અગાઉ પણ સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી

રાજયમાં બોગસ ડોકયુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવીને રોલો પાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી હતી, ખોટી રીતે લાયસન્સ મેળવીને ફટકડી મેળવનાર 16 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી, અમદાવાદ,સુરત,બોટાદામાં સૌથી વધારે ફેક લાયસન્સ બન્યા છે, અનિલ રાવલ, અર્જુન ભરવાડ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડની પોલીસે ધરપકડ કરી હતી, ખોટી રીતે અને ખોટા ડોકયુમેન્ટના આધારે ફેક લાયસન્સ બનાવવામાં આવ્યા હતા. આ તમામ હથિયારો નાગાલેન્ડથી મંગાવવામાં આવતા હતા અત્યાર સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌંભાડ ફકત ગુજરાત પુરૂતું નહી પરંતુ ભારતના અન્ય જીલ્લાઓ સુધી ફેલાયેલું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.

 

  • Follow us on: