અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ સાસુ અને પત્નીને જવલનશીલ પદાર્થ નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો છે, ગંભીર રીતે દાઝેલા પત્ની અને સાસુને હોસ્પિટલ ખસેડાયા છે, બનાવ પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે જેમાં આરોપી જ્વલનશીલ પદાર્થ લઇને જતો દેખાયો છે, ઘટનામાં આરોપી અશોક રાજપૂત પણ દાઝ્યો છે અને સરદારનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના કુબેરનગરમાં ગઈકાલે સાંજે બની ઘટના
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલ આઝાદ મેદાન પાસે એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના બની છે. એક યુવકે પારિવારિક ઝઘડાના કારણે પોતાની પત્ની અને તેની સાસુને જીવતી સળગાવી દીધી. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનો માહોલ ઊભો કર્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી છે.













