અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં હત્યાના કેસને લઈ પડઘમ સમગ્ર ગુજરાતમાં વાગ્યા છે, સતત પાંચમા દિવસે સ્કૂલ સંચાલકો ગાયબ છે અને ઘટના બાદ સ્કૂલ સંચાલકો ઉતર્યા ભૂગર્ભમાં, હાલમાં પણ સ્કૂલ બહાર પોલીસનો બંદોબસ્ત યથાવત રહ્યો છે, તો બીજી તરફ DEOની નોટિસને ઘોળીને પી ગયા સંચાલકો અને શાળાને ખુલાસો આપવા DEOએ નોટિસ પણ આપી છે, ખુલાસો ન આપે તો DEO લઇ શકે છે નિર્ણય.


સેવન્થ ડે સ્કૂલની NOC પણ DEO કરી શકે છે રદ્દ

ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા જ વિદ્યાર્થી નયનની હત્યાના મામલે ક્રાઈમબ્રાંચે સ્કૂલના સંચાલકો દ્વારા દાખલ કરવામાં આવેલા બેદરકારીના ગુના અનુસંધાનમાં વાલીઓએ માંગણી કરી છે કે પોલીસે સામાન્ય ગુનો નહિ પરંતુ દાખલારૂપ કાર્યવાહી કરી તેમ જણાવ્યુ છે. જયારે પોલીસે કાયદાકીય નિષ્ણાંતની મદદ લઇને ગૃહવિભાગ અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરશે. બીજી તરફ સ્કૂલતંત્ર સામે નોંધાયેલ ફરિયાદ બાદ સત્તાધીશો મોબાઈલ ફોન બંધ કરી ભૂર્ગભમાં ઉતરી ગયા છે. તેમજ ઘટનાના દિવસે હાજર વાલીઓની યાદી તૈયાર કરીને તેમના નિવેદન નોંધવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સગીર આરોપી વિદ્યાર્થિની અટકાયત કરીને તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો

સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા નયન સંતાણીની હત્યાના મામલે ક્રાઈમબ્રાંચે સગીર આરોપી વિદ્યાર્થિની અટકાયત કરીને તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો. જયારે તપાસ દરમ્યાન સ્કૂલના સંચાલક અને સ્ટાફની બેદરકારી પણ સામે આવી હતી. જેમાં મૃતક ૩૮ મિનિટ જેટલા લાંબા સમય સુધી ઈજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના કેમ્પસમાં હતો. છતાંય સ્કૂલના સંચાલકો કે સ્ટાફ દ્વારા તેને હોસ્પિટલ લઇ જવાની તસ્દી લેવામાં આવી નહોતી અને પોલીસને પણ જાણ કરી નહોતી. જેને લઇને કાઈમબાંચે સ્કૂલના સંચાલકો વિરૃદ્ધ બેદરકારીનો ગુનો નોધ્યો હતો. 

  • Follow us on: