અમદાવાદના પાલડીમાં નૈશલ ઠાકોરની હત્યા કેસમાં 7 આરોપીને પોલીસે ઝડપી પાડયા છે, 3 આરોપી રાજસ્થાનના માઉન્ટ આબુ અને 4 આરોપી ગાંધીનગરથી ઝડપાયા હોવાની વાત સામે આવી છે, પાલડી પોલીસ અને એલસીબી ઝોન 7 પોલીસે આ આરોપીઓને ઝડપી પાડયા હોવાની વાત સામે આવી છે, હાલમાં એક શકમંદની પૂછપરછ ચાલી રહી છે.
નૈશલ ઠાકોરની હત્યા કેસમાં 7 આરોપી ઝડપાયા
પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે નૈશલ ઠાકોરની હત્યા કરવામાં આવી હતી, ગાડીમાં આવીને હત્યારાઓ હત્યા કરીને ફરાર થયા હતા અને અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જયેશ ઠાકોર અને ભાવિક મકવાણા પણ પોલીસની પકડમાં છે, તિક્ષ્ણ હથિયારથી આ હત્યા કરવામાં આવી હતી અને પોલીસ હાલમાં અન્ય આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
નૈશલ ઠાકોરના હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માગ ઉઠી
નૈશલ ઠાકોર ફકત અમદાવાદ જ નહી પરંતુ ગુજરાતમાં મોટુ નામ ધરાવતો વ્યકિત હતો, હત્યા થઈ તે સમય વહેલી પરોઢીયાનો સમય હતો, નૈશલ ઠાકોરના હત્યારાઓની ફાંસીની સજા થાય તેવી માગ પરિજનો અને મિત્રોની છે, પાલડી પોલીસ આવા હત્યારાઓનું જાહેરમાં સરઘસ કાઢે અને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે, નૈશલ ઠાકોરને અને તેના પરિજનોને સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ તે જરૂરી બન્યું છે, એક પરિવારનો એકનો એક પુત્ર છીનવાઈ જતા પરિજનો અને મિત્રોને આઘાત લાગ્યો છે. નૈશલ ઠાકોર લોકોને મદદરૂપ થનારો માણસ હતો તેવી ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે અને આ વાત પણ સાચી છે.
હત્યારાઓનું પોલીસ જાહેરમાં સરઘસ કાઢે તે જરૂરી છે
હત્યારાઓ ઝડપાઈ ગયા એ મોટી વાત છે પરંતુ પાલડી પોલીસ આ હત્યારાઓનું સરઘસ કાઢી બરોબરની સરભરા કરે તે પણ જરૂરી છે, મૃતક નૈશલ ઠાકોરનું આજે બેસણું હતુ અને બેસણામાં પણ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાજલિ આપવા માટે ઉમટયા હતા અને દરેકની એક જ માગ છે કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢો અને ફાંસીની સજા આપો, ઝડપાયેલ તમામ આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની છે, પોતાની જાતને ડોન સમજીને બેઠેલા આ હત્યારાઓને એવી સજા પડવી જોઈએ કે મૃતક નૈશલ ઠાકોર, પરિજનો અને મિત્રોને પણ લાગે કે ન્યાય મળ્યો અને નૈશલની આત્માને પણ શાંતિ મળવી જોઈએ.