અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ટોયોટા કારના શો રૂમમાં મોટું કૌંભાડ સામે આવ્યું છે જેમાં જનરલ મેનેજર સમીર શર્મા અને આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ દત્તે ભેગા મળીને 9.71 કરોડની છેતરપિડી કરી છે, ગાડીઓના ખરીદ વેચાણમાં આ કૌંભાડ થયું હોવાની વાત સામે આવી છે, સોલા પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.


ડી.જે ટોયોટા કાર શોરૂમમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે

આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ દત્ત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયો હતો અને તેણે આ કૌંભાડ આચર્યુ છે. આ શો રૂમમાં નવી ગાડીના વેચાણ ઉપરાંત એકસચેન્જમાં આવેલી કારનું પણ ખરીદ વેચાણ કરવામાં આવી છે, આ બન્ને આરોપીઓ જૂની કાર ખરીદવાનું અને વેચવાનું કામ કરે છે, અને કાર વેચાણને લઈ કમિશન પણ આપવામાં આવે છે, 23 જુલાઇએ જ્યારે કંપનીએ ઓડિટ કર્યુ ત્યારે ખરીદેલી 53 ગાડીઓનો હિસાબ મળ્યો નહોતો. સાથે જ 15 ગાડીઓનો 'યુ ટ્રસ્ટ'ના ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ હતો અને તેના નાણાં કંપનીમાં જમા થયા ન હતા.

જાણો કેવી રીતે આચર્યુ કૌંભાડ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બન્ને આરોપીએ ગ્રાહકો પાસેથી કુલ મળીને 68 કાર લીધી હતી અને કંપનીની જાણ બહાર તે કાર અન્ય કાર ડિલરને વેચી દીધી હતી, અને ગાડી વેચીને જે રૂપિયા આવ્યા તેની કિંમત કુલ 9.71 કરોડ જેટલી થાય છે અને રૂપિયા આવ્યા તે રૂપિયા કંપનીને આપ્યા નહી અને ઘરભેગા કરી દીધા હતા, કંપનીને મોટું નુકસાન થતા કંપની તરફથી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આ બન્ને આરોપીએ અન્ય કોઈને ભોગ બનાવ્યા નથી ને તે દિશામાં તપાસ પણ શરૂ કરી છે.

  • Follow us on: