ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓએ છેલ્લા એક વર્ષથી ATSની રડારમાં હતા.ATS દ્વારા ઝડપી લેવાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ ચાલુ છે ત્યારે જ દિલ્હીમાં કારમાં બ્લાસ્ટની ઘટના બની છે. ત્યારે આતંકીઓ મુદ્દે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આતંકીઓની પુછપરછમાં તેઓ શું કરતા હતા અને શું કરવાના હતાં તે અંગે મોટા ખુલાસા સામે આવ્યા છે.
આતંકી આઝાદ સૈફી વર્ષ 2023થી જ રેડિકલ થયો હતો
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલો આઝાદ સૈફી વર્ષ 2023થી જ રેડિકલ થયો હતો. તે સોશિયલ મીડિયા થકી અબુ સુફિયાન ઉર્ફે અબુ તાલાના સંપર્કમાં આવ્યો હતો. આઝાદ મદરેસામાં ભણતો હતો ત્યાર બાદ આતંકીઓના સંપર્કમાં આવ્યો હતો. સૈફી સોશિયલ મીડિયા પર કટ્ટર લખાણ લખતો હતો. આતંકી આઝાદ રેડિકલ થયા બાદ એક વર્ષ પહેલા કાશ્મીર ગયો હતો. તેણે આર્મીની મુવમેન્ટ અંગે માહિતી મેળવી હતી ત્યાર બાદ તે પરત ફર્યો હતો.













