અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાઇબર ગઠિયાઓએ એક નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેમના પતિ પાસેથી રૂપિયા 11.42 કરોડની છેતરપિંડી કરી છે. આ બનાવની ફરિયાદ CID ક્રાઇમમાં નોંધવામાં આવી છે. નિવૃત્ત જીવન શાંતિથી ગાળવા ઇચ્છતા આ દંપતીને ગઠિયાઓએ ડરાવી ધમકાવીને લૂંટી લીધા છે. આ ઘટના અંગે CID ક્રાઈમના SP રાજદીપસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે.


CID ક્રાઇમના SP રાજદીપસિંહ ઝાલાનું નિવેદન

CID ક્રાઈમના SP રાજદીપસિંહ ઝાલાએ આ કેસ અંગે જણાવ્યું હતુ કે, અમદાવાદના નિવૃત્ત પ્રોફસર અને તેમના પત્નીને મની લોન્ડરિંગ અને દેશદ્રોહનો કેસ કરવાની ધમકી આપી તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતાં અને 11.42 કરોડની રકમ પડાવી લેવામાં આવી હતી. આરોપીઓેએ ટ્રાઈના કર્મચારી અને પોલીસની ઓળખ આપી હતી. મહિલા પ્રોફેસર અને તેમના પતિ ડરી ગયા હતાં અને દાગીના તેમજ અન્ય ફંડ વેચીને તેમણે આરોપીઓને પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. આરોપીઓએ 80 દિવસ સુધી આ પતિ પત્નીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતાં.

આ કેસના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

CID ક્રાઈમના SP રાજદીપસિંહ ઝાલાએ વધુમાં કહ્યુ હતું કે, આ કેસના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. કશ્યપ ભેલાણી, દિનેશ લિબાચિયાઅને ધવલ મેવાડા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સામે દેશના જુદા જુદા રાજ્યોમાં 11 જેટલા ગુના નોંધાયા છે. આરોપીઓની ગેંગ સામે મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને તેલંગાણા સહિતના રાજ્યોમાં 11 જેટલા ગુનાઓ નોંધાયા છે.


  • Follow us on: