અમદાવાદના ખોખરામાં સિગારેટ અને નાશ્તાના પૈસા મુદ્દે બબાલ થઈ હતી. મોન્ટુ અને તેના મિત્રો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી. જ્યારે સામા પક્ષે દુકાન માલિક તેના મિત્ર અને પત્ની પણ ઝઘડાને કારણે બહાર આવી ગયા હતા. બંને પક્ષો દ્વારા ઝઘડો કરવામાં આવતા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે બંને પક્ષના 7 આરોપીઓની ધરપકડ કરી છે.
સામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
આ ઘટના અંગે આઈ ડિવિઝન એસીપી કુણાલ દેસાઈએ કહ્યું હતું કે, અમદાવાદના ખોખરામાં સિગારેટ અને નાશ્તાના પૈસા મુદ્દે મોન્ટુ અને તેના મિત્રો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી.બંને પક્ષો દ્વારા ઝઘડો કરવામાં આવતા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસે કૂલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. એક પક્ષમાંથી ચાર અને બીજા પક્ષમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.













