નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે.હાલ રોજના 50થી 60 હજાર પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. SOUમાં એક દિવસમાં સાત હજાર લોકોને પ્રવેશ અપાશે. પ્રવાસીઓની સંખ્યા વધતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.


7000 પ્રવસીઓને આજથી પ્રવેશ મળશે

ડિસેમ્બરના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટ ફેવરીટ બન્યો છે.ખાસ કરીને વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરી 500 હતી. જેમાં રોજની 5500 કરવામાં આવી છે એટલું જ નહીં ટોટલ 7000 પ્રવસીઓને આજથી પ્રવેશ મળશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે.

2.75 કરોડ પ્રવાસીઓએ SOUની મુલાકાત કરી

2025નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરે છે, એટલે SOU સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે તમામ હોટલોમાં ગાલા ડિનર ક્રુઝમાં ડિનર ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓનો ઘસારો જોતા SOUના CEO અમિત અરોરા દ્વારા એસટી બસોનો વધારો કરવામાં આવ્યો છે. અહીં આવતા પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે તંત્ર ખડે પગે છે વડાપ્રધાન મોદી દ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું ત્યારથી અત્યાર સુધી માં 2.75 કરોડ પ્રવાસીઓએ SOUની મુલાકાત કરી છે. આવનારી 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડી.જે પાર્ટી, આદિવાસી જમવાનું મેનુ સ્ટેજ તેવી તમામ પ્રકારની સુવિધાઓ તેમણે કરી છે.


આ પણ વાંચોઃ Surat : તમારા મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને માહિતી આપો: હર્ષ સંઘવી


  • Follow us on: