અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (A.M.C.) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી “ક્લીન ઝોન ડ્રાઇવ” હેઠળ બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર વસાહતો સામે હાથ ધરાયેલી કાર્યવાહી શહેરના કાયદો અને વ્યવસ્થાના ઇતિહાસમાં નોંધપાત્ર બની. પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, IPS ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ અભિયાનમાં કાયદા, માનવતા અને તકનીકની ત્રિવેણી જોવા મળી. ૭૦૦ થી વધુ કાચા મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા અને ૪૮૦ થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ ચકાસણી કરવામાં આવી.




રથયાત્રા ૨૦૨૫

અમદાવાદ શહેર પોલીસ - તત્પરતા, સંકલ્પ અને સેવા

રથયાત્રા ૨૦૨૫ દરમિયાન ૧૯ કિલોમીટર લાંબા માર્ગ પર ૨૫,૦૦૦ થી વધુ પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવી. ટ્રાફિક પોલીસ, SRP, RAF, બોમ્બ સ્ક્વોડ, હોમગાર્ડ અને ડોગ સ્ક્વોડ ટીમોએ સંકલિત રીતે ફરજ બજાવી. ઉપ-પોલીસ કમિશનર શ્રી એન.બી. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ ઝોનના અધિકારીઓએ માર્ગ વ્યવસ્થાપન અને જનસુરક્ષા સુનિશ્ચિત કરી. આ મહાકાય બંદોબસ્તે કાયદો અને વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.



ઓપરેશન મુસ્કાન

અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની બ્લડની જરૂરિયાત પૂરી પાડવા "ઓપરેશન મુસ્કાન" હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ સને ૨૦૨૪ના વર્ષ દરમિયાન અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા રેડ ક્રોસ સોસાયટીને અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ થકી કુલ ૩૧૭૦ બ્લડ યુનિટ આપવામાં આવ્યું હતું.



કોલ્ડપ્લે કોન્સર્ટ

કોલ્ડપ્લેના અમદાવાદમાં ૨૫-૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા કોન્સર્ટમાં અમદાવાદ શહેર પોલીસે વ્યાપક અને કાર્યક્ષમ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ કોન્સર્ટમાં ૧,૩૪,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી, જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ટિકિટેડ કોન્સર્ટ હતો. પોલીસે આટલી મોટી ભીડનું સંચાલન કરવા માટેની ખૂબ જ સરાહનીય અને સંકલનપૂર્વક કામગીરી કરી હતી.

  • Follow us on: