અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલો લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે પોલીસે 2 સગીરની અટકાયત પણ કરી છે અને હવે શાળા તથા શાળાના આચાર્ય સામે ગુનો પણ દાખલ કર્યો છે. શાળા અને આચાર્ય સામે અલગથી ગુનો દાખલ કરાયો છે કારણ કે આટલો ગંભીર બનાવ બનવા છતાં શાળા દ્વારા કે આચાર્ય દ્વારા પોલીસને જાણ સુદ્ધાં કરાઇ ન હતી.


વિદ્યાર્થીની હત્યાના કેસમાં અલગથી ગુનો દાખલ કરાયો

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ગુનો દાખલ કરાયો છે. વિદ્યાર્થીની હત્યાના કેસમાં અલગથી ગુનો દાખલ કરાયો છે કારણ કે શાળા અને આચાર્યએ હુમલા અંગે પોલીસને જાણ કરી ન હતી અને તેથી સ્કૂલ વહીવટી તંત્રની બેદરકારી મુજબ ગુનો નોંધાયો છે. કલમ 211 અને 239 મુજબ સ્કૂલ સામે ફરિયાદ નોંધાઇ છે.

આરોપી પાસેથી હથિયાર પોલીસે જપ્ત કર્યુ

જો કે સ્કૂલે વિલંબ અંગે પોલીસને કોઇ જવાબ આપ્યો નથી. બીજી તરફ હત્યારા આરોપીને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ સમક્ષ રજુ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હુમલા બાદ ઘાયલ વિદ્યાર્થીએ સ્કૂલમાં આવી મદદ માગી હતી. તપાસમાં મૃતક વિદ્યાર્થીના સહપાઠીઓના નિવેદન લેવાયા છે તથા આરોપી પાસેથી હથિયાર પોલીસે જપ્ત કર્યુ છે.

હત્યા કરી આરોપી ઘરે ગયા બાદ ટ્યુશન પણ ગયો

આ મામલે પોલીસે કહ્યું હતું કે સ્કૂલના 1 મહિનાના CCTV પુરાવા મેળવી લેવાયા છે અને આક્ષેપ અને રજૂઆત મુજબ પોલીસની તપાસ ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા કરી આરોપી ઘરે ગયા બાદ ટ્યુશન પણ ગયો હતો

પ્રિન્સિપાલનું નામ જી.ઇમેન્યુઅલ

પોલીસ આ મામલે હત્યારાએમોબાઈલ ચેટ માં કોની સાથે વાત થઈ તેની તપાસ કરી રહી છે તથા હત્યા કરનારના પરીવારનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યો છે તેમ પોલીસે જણાવ્યું હતું. આ મામલે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ સામે નામજોગ ફરિયાદ થઇ છે અને પ્રિન્સિપાલનું નામ જી.ઇમેન્યુઅલ છે. 

  • Follow us on: