અમદાવાદમાં કાગડાપીઠમાં અપહરણ કરીને મેઘાણીનગરમાં યુવકની જાહેરમાં હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સહિત વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. ભાઈ પર થયેલા હુમલાનો બદલો લેવા આરોપીએ નીતિન પટણી નામના યુવકને જાહેરમાં રહેંસી નાંખ્યો હતો.


જાહેરમાં ઘાતકી હથિયારોથી હુમલો કરીને હત્યા

મેઘાણીનગરમાં યુવકની જાહેરમાં હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સતીશ ઉર્ફે સત્યો પટણી, અશ્વિન ઉર્ફે ભાભુ ચારણ અને રાજકુમાર ઉર્ફે રાજ ઉર્ફે સેસુની ધરપકડ કરી છે. ગત 22 ઓગસ્ટના રોજ કાગડાપીઠ સફલ પરિસર માંથી નીતિન પટણી નામના 23 વર્ષીય યુવકનું આરોપીઓ અપહરણ કરીને મેઘાણીનગરના અસારવા વિસ્તારમાં લઈ ગયા હતા અને જાહેરમાં ઘાતકી હથિયારોથી હુમલો કરીને હત્યા કરી દીધી.

આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રકશન

 આ ઘટનાના અપહરણ ના CCTV અને હત્યાના વિડિઓ સામે આવ્યા હતા.ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી લઇને તેમને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું. કાગડાપીઠમાં આવેલા સફલ પરિસરમાં આરોપીઓ અશ્વિન ઉર્ફે ભાભુ , રાજ ઉર્ફે સેસુ અને સતીશ ઉર્ફે સત્યાને ઘટના સ્થળે લઈ જઈને રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.આરોપી ક્યાં રસ્તેથી નીતિન પટણીનું અપહરણ કરવા પહોંચ્યા હતા અને કેવી રીતે રિક્ષામાં અપહરણ કરીને મેઘાણીનગર લઈ ગયા હતા તે તમામ ઘટનાક્રમનું કાગડાપીઠ અને મેઘાણીનગર વિસ્તારમાં આરોપીઓને સાથે રાખીને રી કન્સ્ટ્રકશન કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીનો બદલો લેવા સતીશ અને તેના મિત્રોએ નીતિનનું અપહરણ કરી હત્યા

આ હત્યાનો માસ્ટર માઈન્ડ સતીષ ઉર્ફે સતીયો પટણી છે. 19 ઓગસ્ટ ના રોજ મૃતક નીતિન પટણી અને આરોપી સતિષના ભાઈ દિપક પટણી સાથે ઝઘડો થયો હતો અને નીતિને દીપકને ખૂબ જ માર માર્યો હતો. જેથી મૃતક નીતિન પટણી વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ઝઘડા અને મારામારીનો બદલો લેવા સતીશ અને તેના મિત્રોએ નીતિનનું અપહરણ કરીને જે સ્થળે દીપકને માર માર્યો હતો ત્યાં જ સ્થળે નીતિનને લાવીને જાહેરમાં હથિયારોથી હુમલો કરીને ઘાતકી હત્યા કરી હતી.

આરોપી સતીશ પટણી કુખ્યાત ગુનેગાર

મહત્વનું છે કે ગયા વર્ષે પણ સિવિલ હોસ્પિટલ નજીક હત્યા થઈ હતી જેમાં મૃતકની સંડોવણીને લઈને પણ અદાવત ચાલી રહી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી સતીશ પટણી કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ શાહીબાગ, શહેરકોટડા અને મેઘાણીનગરમાં હત્યા, મારામારી, લૂંટ, અપહરણ, અને ખંડણી સહિતના 12 ગુના નોંધાયા છે જ્યારે આરોપી સતિષને પાસા પણ કરવામાં આવી હતી..

કાયદાના સઘર્ષમાં આવેલા સગીર સહિત 7 આરોપીઓ ઝડપાયા

આ અપહરણ અને હત્યા કેસમાં અગાઉ વિજય પટણી, શૈલેષ ગૌતમ અને પુનમ પટણીની ધરપકડ થઈ હતી.. અત્યાર સુધીમાં કાયદાના સઘર્ષમાં આવેલા સગીર સહિત 7 આરોપીઓ ઝડપાયા છે..જ્યારે ચાઈના ગેંગનો મહેશ ઉર્ફે કટ્ટો અને સાજન સહિત 4 જેટલા આરોપીઓ વોન્ટેડ હોવાથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી છે..

  • Follow us on: