અમદાવાદમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી બીજનોરી રિક્ષા ગેંગ ઝડપાઈ છે. રિક્ષામાં મુસાફરોને બેસાડીને નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરતી હતી. આ કુખ્યાત ગેંગ વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ટાર્ગેટ કરતી હતી. મણિનગર પોલીસે બીજનોર ગેંગની ધરપકડ કરી અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કોણ છે આ બીજનોર ગેંગ જોઈએ આ અહેવાલમાં.


આરોપીઓએ 14.65 લાખના સોનાના દાગીના ભરેલું એક પર્સ કાઢી લઈ લીધું

મણિનગર પોલીસની ગિરફતમાં રહેલા આરોપી અનીશ ઉર્ફે બાબુ શેખ, મોહમદ હારૂન ઉર્ફે કિટાણુ અંસારી, અંસાર અહેમદ મોઈનુદ્દીન અને તૌફીક અહેમદ મન્સુરીની ચોરી કેસમાં ધરપકડ કરી છે. આ બીજનોરી રિક્ષા ગેંગ દ્વારા સિનિયર સિટીઝન પેસેન્જરોને ટાર્ગેટ કરીને કિંમતી સામાનની ચોરી કરે છે. મણિનગર વિસ્તારમાં રક્ષાબંધન ના દિવસે એક મહિલા મુંબઈથી મણિનગર રેલવે સ્ટેશનથી આરોપી રિક્ષામાં બેઠા હતા. જ્યાં આરોપી અનીશ શેખ આગળથી અન્ય ત્રણ સાગરીતોને રિક્ષામાં બેસાડી દીધા હતા અને થોડાક દૂર પોલીસનું ચેકીંગ હોવાનું કહીને રિક્ષામાં ચારેય લોકો બેઠા હતા, તે સમયે મહિલાની નજર ચૂકવીને આરોપીઓએ 14.65 લાખના સોનાના દાગીના ભરેલું એક પર્સ કાઢી લઈ લીધું હતું. જે બાદ મણીનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી અને બાતમીના આધારે આરોપી સોનાના દાગીના વેચવા જતા ચારેયની રિક્ષા સાથે ધરપકડ કરી છે.

ગેંગ રાત્રિના કે વહેલી સવારે મહિલા અને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરે છે

પકડાયેલા ચારેય આરોપી પૈકી મુખ્ય આરોપી અનીશ શેખ દાણીલીમડાનો રહેવાસી છે. આ ગેંગના ચારેય આરોપી યુપીના બીજનોરના હોવાથી બીજનોર રિક્ષા ગેંગ નામ આપ્યું છે. ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા જાહેર જગ્યા પર રાત્રિના કે વહેલી સવારે મહિલા અને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરે છે. જેમાં ઓછા રિક્ષા ભાડામાં પેસેન્જર બેસાડીને થોડીક જ આગળ અન્ય સાગરીતોને રિક્ષામાં બેસાડતા હતા. જેમાં એક સાગરીત રિક્ષા ચાલકની બાજુમાં બેસાડતા હતા. જ્યાં આગળ પોલીસ ચેકીંગ હોવાનું કહીને તમામ સાગરીતો રિક્ષામાં પાછળ બેસાડી દેતા હતા. બાદમાં પેસેન્જર નજર ચૂકવીને કિંમતી સામાનની ચોરી કરી દેતા હતા. આ રીતે આ ગેંગ અનેક લોકોના કિંમતી સામાનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આરોપીઓ

આ ગેંગના ચારેય આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જે આરોપી અનીશ શેખ જેલમાંથી બહાર આવતા જ ચોરી કરવાનું શરૂ કર્યું છે. ત્યારે મુખ્ય આરોપી રીક્ષા ચાલક અનિશ વિરુદ્ધ ચોરીના 8 ગુના છે. આરોપી મોહમદ હારુન વિરુદ્ધ 5 અને અન્સાર સામે 5 ગુના અને તોફિક અહેમદ સામે 2 ગુના નોંધાયા છે. આ તમામ ગુના રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી ચોરીના હોવાનું સામે આવ્યું છે. હાલ મણિનગર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી અન્ય કેટલા સાથે ચોરી કરી છે જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે. 

  • Follow us on: