અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કર્યા બાદ પણ તેઓ બેખૌફ બની રહ્યાં છે. રથયાત્રા પહેલા પણ પોલીસે અસામાજિક અને લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરી હતી. પરંતુ શહેરમાં પોલીસનો જાણે ખૌફ જ ના રહ્યો હોય તેવી રીતે ગુનાખોરી પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં પાથરણાં વાળા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે મસ્તાનની પોલીસે ધરપકડ કરી છે.


ઇમ્તિયાઝ ઉર્ફે મસ્તાનની ગાયકવાડ પોલીસે ધરપકડ કરી

અમદાવાદમાં પાથરણાં વાળા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે મસ્તાન વિરુદ્ધ અગાઉ વટવા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુના નોંધાયા છે. ગત 10 જુલાઈએ આરોપીએ શાકભાજી વેચતી એક મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પાથરણા વાળા વેપારીઓ પાસેથી રોજના 200 રૂપિયા લેખે ખંડણી ઉઘરાવતો હતો. ગાયકવાડ પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો.

આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે મસ્તાને મહિલાને માર માર્યો હતો

આરોપી સામે ગુનો દાખલ થતાં તે પાટણ ભાગી ગયો હતો. જ્યાં જિલ્લાની લોકલ પોલીસે દારૂનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસ પકડે નહીં તે માટે આરોપીઓ પાટણની જેલમાં માથું પછાડ્યું હતું. આ ઉપરાંત હાથમાં છરી પણ મારી દીધી હતી. આરોપી સામે કુલ ચાર ગુના દાખલ કરાયા છે. અમદાવાદની ગાયકવાડ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: