રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હૈદરાબાદમાં એટીએસની ટીમ તપાસ કરશે, હનુમાનગઢીમાંથી મેળવેલા હથિયાર અંગે તપાસ કરાશે અને આતંકીઓને રૂપિયા ક્યાંથી મળ્યા તે અંગે તપાસ કરાશે, હૈદરાબાદમાં અહેમદ સૈયદના ઘરે તપાસ કરાશે અને ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ રેકી અંગે તપાસ કરવામાં આવશે.
ATSની ટીમો દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હૈદરાબાદમાં કરશે તપાસ
ગુજરાત એટીએસએ ઝડપેલા આતંકીઓને લઈ દેશભરની એટીએસ પોલીસ સતર્ક થઈ ગઈ છે, રાજસ્થાનના હનુમાન ગઢીમાથી મેળવેલા હથિયાર અંગે કરશે તપાસ અને આતંકીને રોકડા રૂપિયા ક્યાંથી અને કેટલા મળ્યા તેની થશે તપાસ થશે, રાઈઝીન ઝેર ક્યાં અને કેટલુ બનાવ્યું તેની તપાસ પણ કરવામાં આવશે, ISKPના આતંકી ડોક્ટરની અન્ય આતંકી સંગઠન સાથે કનેક્શન છે કે કેમ તે અંગે તપાસ કરાશે.
3 આતંકીઓમાંથી ડો. અહેમદ ઝીલાની ડોકટર છે : સુનિલ જોષી DIG ATS
ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે તે પૈકીનો એક ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે. ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન, આઝાદ સુલેમાન સૈફીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા પણ તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
માનગઢથી હથિયાર લીધા હતા : સુનિલ જોષી DIG ATS
ગુજરાત ATS દ્વારા જે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓના કબજામાંથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. ખૂબ જ ઝેરી પદાર્થ બનાવવાનો મનસૂબો આ લોકોનો હતો, જે પ્રવાહી કારમાંથી મળી આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે, આંતકીઓએ રાઈઝીન નામનું ખતરનાક ઝેર બનાવ્યું હતુ અને મોટા આતંકી હુમલાનું ષડયંત્ર હોવાની વાત સામે આવી છે, કેમિકલ હુમલાનો આતંકીઓનો પ્લાન હતો.
જૈશ-એ-મોહમ્મદના ઈશારે થઇ રહ્યું હતું કામ
શાહીને પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે જ્યારે પણ તે ડૉ. ઉમરને મળતી હતી, ત્યારે તે ઉત્સાહથી જાહેર કરતો હતો કે તેનો ઇરાદો દેશભરમાં અનેક આતંકવાદી હુમલા કરવાનો હતો. તે મુઝમ્મિલ અને આદિલ સાથે મળીને બે વર્ષથી એમોનિયમ નાઈટ્રેટ જેવા વિસ્ફોટકો એકઠા કરી રહી હતી. આ બધું આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના ઈશારે કરવામાં આવી રહ્યું હતું.