રાજ્યભરમાં પોલીસની સક્ષમ કામગીરીને શહેરના ચગી ગયેલા અને બેનંબરી પૈસાના વ્યહવાર વહિવટના જોરે લુણો લગાડતા રહેતા અમુક પોલીસ કર્મીઓની કરમ કુંડળીને ખુલ્લી પાડતી સ્પેશ્યલ સિરિઝ ‘પોલીસ અને પંચાત’માં આજે અમે આપને વંચાવીશું એવા કારનામાઓ કે જેવના વાંચીને તમે પણ વિચારશો કે આ ચાલી શું રહ્યું છે? પણ આ બધા પાછળ એક જ ફેક્ટર કામ કરી રહ્યું છે અને તે છે પૈસાની વહિવટનું.
હેડ કોન્સ્ટેબલ દિગ્વિજય સિંહની આટલી પહોંચ પાછળ કોણ?
અમદાવાદ પોલીસના ચોપડે હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા દિગ્વિજયને કદાચ ના ઓળખતા હોવ તો જાણી લેજો કે આ કર્મીએ 19-06-2025ના રોજ એક અકસ્માત સર્જ્યો જેમા બાઈક ચાલકનું મોત થઈ જતા તેના પર ગુનો દાખલ થયો છે. ભૂતકાળમાં એક મોટી બ્રાંચમાં વહિવટગીરી કરનારા આ કર્મીની બદલી નર્મદા જિલ્લામાં કરી નાખવામાં આવી હતી. વગર કોઈ ખાતાકિય તપાસે તે અમદાવાદ ફરી બદલી કરાવીને હાજર પણ થઈ ગયો. હવે વાત એ છે કે આવી તે કઈ ઓળખાણ છે કે જેને લઈને બધુ શક્ય બની જાય છે? કંટ્રોલ રૂમથી ગાયકવાડ હવેલી પોલીસ મથક સુધી સરળતાથી પોંહચી ગયેલા આ કર્મીના ખાતાકિય તપાસ સાથે ACB લેવલ પર તપાસ થાય તે પણ જરૂરી છે કેમ કે 03-02-2024ના રોજ દિગ્વિજયનો ઓર્ડર નર્મદા જિલ્લામાં થયો હતો અને તેને ફરજ ત્યાં બજાવવાની હતી પણ તેના આંટાફેરા તો અમદાવાદમાં જ ચાલુ હતા.
દાણીલીમડામાં લોકો કેમ કમલેશથી કંટાળ્યા?
શહેરના મહત્વતા ધરાવતા પોલીસ મથકો અને વિસ્તાર પૈકીનો એક એવા દાણીલીમડામા ફરજ બજાવતા પોલીસકર્મીઓ સામે ભરપૂર રાવ આવવા લાગી છે. નાના નાના લોકોને પણ પોતાની વહિવટગીરીના જાળમાં ફાસી લેતા કમલેશને લઈને પી.આઈ. કક્ષાના અધિકારી સુધી પણ રજૂઆત કરવામા આવી હોવાનું જાણવા મળે છે. જો કે ખાટલે મોટી ખોડ એ છે કે આ ભાઈની વહિવટની આવડતના પગલે તેમને કોઈ છેડવાની હિંમત નથી કરતું અને તેનો ગેરલાભ લઈને આ વિસ્તારમાં કમલેશનો કકળાટ વધવા લાગ્યો છે જે જોઈને સ્થાનિક અમુક સંગઠનો ઉચ્ચસ્તરે લેખિતમાં નામજોગ ફરિયાદ કરે તો નવાઈ નહીં.
સિંધુભવન રોડ પર પીઆઈ વાહનચેકિંગના સમય દરમિયાન કંટાળી જાય છે
અમદાવાદનો સિંધુભવન રોડ હાઈફાઈ રોડ છે અને આ રોડ પર ઘણી વાર લોકો સ્ટંટો કરતા હોય છે જેના કારણે તે વિસ્તારમાં આવતા ઝોનના પોલીસ ઈન્સપેકટરોને ત્યાં વાહન ચેકિંગનો પોઈન્ટ આપવામાં આવે છે, ઘણા પીઆઈની એવી ફરિયાદ છે કે વાહન ચેકિંગ કરીએ અને કાર રોકીએ તો પાછળ ટ્રાફિક જામ થઈ જાય છે અને લોકો હોન માર્યા કરતા હોય છે, ત્યારે જે તે પોલીસ સ્ટેશન લાગતુ હોય તે પીઆઈને ત્યાં વાહન ચેકિંગ કરવા આપે તો સારૂ, તો બીજી તરફ ઘણી વાર એવી ભલામણ આવે છે કે, કારમાંથી દારૂની બોટલ મળે તો પણ ઉચ્ચ અધિકારીઓની ભલામણથી તેમને જવા દેવા પડે છે, આ વાસ્તવિકતા સિંધુભવન રોડ પર પોલીસને જોવી પડે છે.
બે પોલીસ સ્ટેશન બનીને તૈયાર પણ અધિકારીઓ ઉદ્ધાટન કરવા તૈયાર નહી !
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન બનીને તૈયાર છે, પરંતુ લાંબા સમયથી આ બન્ને પોલીસ સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવતું નથી, ત્યારે હવે તો રથયાત્રા પણ પૂર્ણ થઈ ગઈ છે, ઘણા પીઆઈ અંદરો-અંદર ચર્ચા કરી રહ્યાં છે કે, આ બે નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થાય તો કોઈ અલગ જગ્યા પર તેમને પણ સેટ થવાનું મળે અને તેમના કરતા વહિવટદારો વધારે ઉછળી રહ્યા છે કેમકે સ્વાભાવિક પણે નવી જગ્યા, નવો વિકાસ દેખાવા લાગે તો ખિસ્સાના વિકાસમાં કેમ પાછળ રહી જવાય ?
દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પીઆઈની ચેમ્બરમાં અફરાતફરી મચી હતી
રથયાત્રા પહેલા પોલીસ પણ બંદોબસ્તમાં લાગી હતી અને એક માનસિક અસ્થિર માણસ પીઆઈની ચેમ્બરમાં ઘુસી ગયો હતો અને બુમાબુમ કરવા લાગ્યો હતો, પીએસઓને આ બાબતની જાણ હતી નહી અને માણસ પીઆઈની ખુરશી પર બેસીને બુમાબુમ કરતા પોલીસ દોડતી થઈ હતી અને લોકોમાં કૂતુહૂલ સર્જાયું હતુ, તો આ ઘટનામાં પીએસઓની બેદરકારી પણ સામે આવી છે, પોલીસ સ્ટેશનમાં પીઆઈની ચેમ્બરનું કોઈ ધ્યાન રાખવાવાળુ ના હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, તો પોલીસે અટકાયતી પગલા તે માણસ સામે લીધા હતા, મહત્વનું છે કે આ તો કોઈ માણસ ઘુસી ગયો જો કોઈ આરોપી ફરાર થઈ ગયો હોતો તો પીએસઓની નોકરી જાય કે નહી ?













