શહેરમાં ચાલી રહેલી વિવિધ પંચાતો વચ્ચે ફરી એકવાર વાત હવે પોલીસ વિભાગની કે જ્યાં આ અઠવાડિયે એવી ઘટનાઓ અને મુદ્દાઓ સામે આવ્યા છે કે જેને લઈને ક્ચાંક શહેર પોલીસનું માથુ ગર્વથી ઉંચુ થયુ તો ક્યાંક પોલીસ માટે શરમમાં મુકાવા જેવું થયુ.
એલિસબ્રિજ પોલીસના રાજા મુકેશ ચૌધરી અને વિપુલ ચૌધરી
શહેરમાં મુકેશ ચૌધરી હાલ ચર્ચમાં છે, અમદાવાદ પોલીસના લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે મુકેશ ચૌધરીની નોકરી k કંપનીમાં છે પણ તેઓ એલિસબ્રિજ સ્ટેશનનો વહિવટ કરી રહ્યાં છે, અને તેમાં પણ તેઓ પહોંચી ના વળતા તેમણે પેટા વહિવટદારની પણ નિમણૂક કરી છે, એલિસબ્રિજમાં મુકેશ ઠાકોર અને વિપુલ ચૌધરી પેટા વહિવટદાર તરીકે તેમની સેવા આપી રહ્યાં છે. મુકેશ ચૌધરીના સગાભાઈ તરીકે વિપુલ ચૌધરી છે.
પોલીસ કમિશનરે એક જ ઝાટકે કહી દીધુ પોલીસ સામે ફરિયાદ નોંધો
તાજેતરમાં એક કિસ્સો દાસ્તાન સર્કલ પાસે એવો સામે આવ્યો કે જેમાં પોલીસે 5,88,000 રૂપિયાનો તોડ કરી નાખ્યો. 4 પોલીસની ચોકડીએ ભેગા થઈને મહારાષ્ટ્રના એક વ્યક્તિનો તોડ કરી નાખ્યો. સ્થાનિક પોલીસના મગજમાં એમ હતું કે જે પાંચ લાખ ઘર ભેગા થયા. આ વ્યક્તિ પોલીસ કમિશનર પાસે મળવા પહોંચી ગયા અને રજૂઆત કરતા જ પોલીસ કમિશનરે સીધા આદેશ આપી દીધા કે જવાબદાર પોલીસ સામે ગુનો દાખલ કરી દો જેથી લોકો સુધી સકારાત્મક મેસેજ પોંહચે. શહેર પોલીસના આ અધિકારીની હિંમત જુઓ બોસ કે લાંચના પૈસા ઓન રેકોર્ડ લેતા શરમ પણ ના આવી. જો કે પોલીસ કમિશનરે બાજીને તરત સુધારી લઈને ડેમેજ કંટ્રોલ કરી નાખ્યું.
પાલડીના નૈશલ ઠાકોર હત્યા કેસમાં આરોપીઓને થાબડભાણા કરાયા ?
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો વધી રહ્યા છે, અમદાવાદના ઓઢવ અને પાલડીમાં હત્યાની ઘટના બની હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા છે, મહત્વની વાત તો એ છે કે, આ દરમિયાન ઓઢવ પોલીસને શાબાશી આપવી જોઈએ કેમ કે, પોલીસે જાહેરમાં જ આરોપીની ધોલાઈ કરી હતી અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો, બીજી તરફ પશ્ચિમ વિસ્તારના હત્યા કેસના આરોપીઓને જાહેરમાં લવાયા ત્યારે એમ લાગતું હતું કે આરોપીઓ ઘડીમાં લંગડાતા તો ઘડીકમાં સીધા ચાલવા લાગતા. હવે આ ડ્રામાના ડાયરેક્ટર કોણ છે એ જાણવું જરૂરી થઈ ગયું છે કેમ કે એક હત્યાના કેસના આરોપીઓની જાહેરમાં સરભરા અલગ અને બીજા હત્યાના કેસમાં પોલીસ મથકની અંદર કરાયેલી સુવિધાસભર સરભરા અલગ જ પડી જતી હતી જેના પગલે નૈશલના પરિવાર સહિત બોહળા મિત્ર વર્તુળમાં નારાજગી વ્યાપી ગઈ છે.
ક્રાઈમ કોન્ફરન્સમાં અધિકારીઓના મોઢા કેમ પડી ગયા
અમદાવાદ શહેરમાં સમયાંતરે શહેરના પોલીસ કમિશનરના નેજા હેઠળ ક્રાઈમ કોન્ફરન્સ યોજાતી હોય છે અને તેમાં પીઆઈથી લઈ પોલીસની ઉચ્ચ અધિકારીઓ હાજર રહેતા હોય છે, મહત્વનું છે કે, જે તે વિસ્તારના પીઆઈને ઉચ્ચ અધિકારીઓ ગુનાને લઈ સવાલો પણ કરતા હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં હત્યાના બનાવો વધતા ઘણા પીઆઈના મોઢા પડી ગયા છે, ઘણા પીઆઈને તો એમ થયું કે હવે જલદીથી ક્રાઈમ કોન્ફરન્સ પતે તો સારૂ છે, સાહેબ તમારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જે તે વિસ્તારના પીઆઈની હોય છે, ત્યારે ઘણા પીઆઈને ઉચ્ચ અધિકારીઓએ શાનમાં સમજાવી દીધા હતા કે વિસ્તારમાં અસામાજિક તત્વોને કાબુમાં રાખો, આવી ચર્ચા લોક મુખે ચાલી રહી છે, ઘણા પીઆઈના મોઢા પડી ગયા હતા કે અમને કઈ પૂછશે તો શું જવાબ આપીશું.
પશ્ચિમ વિસ્તારના એક ACPએ હત્યાના આરોપીઓને હાજર કરાવવા માટે બહુ રસ લીધો
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં થોડાક સમય પહેલા એક નામચીન યુવકની હત્યા થઈ હતી, અને પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, લોકમુખે એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ઝડપાયેલ આરોપીઓમાંથી એક આરોપીના સગા જે એસપીની સેવા કરી રહ્યાં છે અને તે ખાનગી માણસ છે આરોપીઓને હાજર કરવાની અને તેમને માર નહી મારવાની ભલામણ એસીપીએ પી.આઈને કરવામાં આવી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે, ત્યારે એસીપીએ આ સમગ્ર કેસમાં ખૂબ ઉંડાણપૂર્વક રસ દાખવ્યો હોવાની વાત લોકો ચર્ચી રહ્યાં છે, આરોપીને સારામાં સારૂ જમવાનું પણ આપવામાં આવ્યું હોવાની વાત સૂત્રો કહી રહ્યાં છે. એસીપી સાહેબ આવી હત્યાની વાતમાં તમારે આરોપીઓને ઠપકો આપવાનો હોય નહી કે તેમની વાતમાં રસ દાખવવાનો હોય.
અમદાવાદ પોલીસે ખાનગી લોકો સાથે મળીને 27 હજારથી વધુ CCTV જાહેરમાં લગાવ્યા
અમદાવાદ શહેરમાં સીસીટીવી પ્રોજેકટને પોલીસ પ્રાધાન્ય આપી રહી છે, જેથી લૂંટ, હત્યા કે અન્ય કોઈ બનાવ બને તો સીસીટીવીના આધારે પોલીસ સરળતાથી આરોપીને ઝડપી શકે છે, શહેરમાં વધુ સીસીટીવી લગાવવાની કામગીરી કરાઈ છે, અમદાવાદ પોલીસે ખાનગી લોકો સાથે મળીને 27 હજારથી વધુ CCTV જાહેરમાં લગાવ્યા છે, અને આગામી સમયમાં પણ વધુ સીસીટીવી લગાવવામાં આવશે, નવરાત્રિના સમયે જાહેર રોડ પરની હલચલ પર પણ પોલીસ સીસીટીવીની મદદથી નજર રાખશે.