અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ઝુંડાલ રિંગરોડ પર એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાનો મેસેજ 10 જુલાઈએ મળ્યો હતો. કંટ્રોલ મેસેજ આધારે ચાંદખેડા અને સાબરમતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામા આવી હોવાનું સામે આવ્યું હતું આ સાથે મૃતદેહ પાસેથી પાકીટ મળી આવ્યું હતું જેના આધારે આ હત્યા લૂંટ માટે ન થઈ હોવાની થિયરી પોલીસને મળી હતી.. આ સાથે જ પાકીટ મળેલા આધારકાર્ડ પરથી મૃતદેહની ઓળખ કરતા રામદેવનગરમાં રહેતા મોતીભાઈ ભાટીનો મૃતદેહ હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી.
હત્યાનો ભેદ ઉકેલાયો
પરિવારજનોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે થોડા દિવસ પહેલા જ મોતીભાઈની તેમના પાડોશમાં રહેતા મહિલા સાથે માથાકૂટ થઈ હતી જેની અરજી સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી જોકે ચાંદખેડા પોલીસે મામલે વધુ તપાસ કરતા પાડોશમાં રહેતા બહેન ના ભત્રીજા રમેશ ની ભૂમિકા શંકાસ્પદ લાગી હતી જેને લઇ પોલીસે રમેશની આકરી પૂછપરછ કરતા રમેશ ભાંગી પડ્યો હતો અને તેણે તેના બે મિત્રો સાથે મળી હત્યા કરી હોવાનું કબુલાત કરી હતી. વધુ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક મોતીભાઈને પાડોશમાં રહેતા બહેન સાથે પ્રેમ સંબંધ બાંધવા હતા જોકે આ બાબતે આરોપી બહેન ની સંમતિ ન હતી જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો આ બાબતની જાણ આરોપી મહિલા ના ભત્રીજા રમેશને થતા તેણે મોતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં રમેશે તેના બે મિત્રો કમલેશ અને કિશનને પેસેન્જર બની મોતીની રિક્ષામાં બેસવા કહ્યું હતું અને ઝુંડાલ પાસે આવવાનું જગ્યાએ પહોંચવા માટે ૨૦૦રૂ નક્કી કરવામાં આવ્યું હતું. રમેશના મિત્રો પરીક્ષામાં બેસીને રવાના થયા તેમની પાછળ રમેશ પણ તેમનો પીછો કરી રહ્યો હતો અને ઝુંડાલ વિસ્તારમાં જગ્યાએ પહોંચ્યા બાદ રમેશના મિત્રોએ રીક્ષા ઉભી રાખી હતી તે દરમિયાન આરોપી રમેશે છરીના ઘા જીકીને મોતીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે એક મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી
રમેશે તેના 2 મિત્રોને હત્યા કરવા અંગે અંધારામાં રાખ્યા હતા જો કે ઝુંડાલ પાસે મોતીની હત્યા કર્યા બાદ કમલેશ અને કિશન પણ ગભરાઈ ગયા હતા. અને ભાગવાની ફિરાકમાં હતા જો કે આરોપીઓ ફરાર થાય તે પહેલા જ ચાંદખેડા પોલીસે એક મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી છે જો કે હજુ પણ એક આરોપી ફરાર છે જેને ઝડપી પાડવા ટીમોને કામે લગાડાઈ છે.