સમગ્ર દેશમાં ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા લોકોને લૂંટી લેનારા સક્રિય થયા છે. ટ્રેનમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને લૂંટ ચલાવતો લૂંટારૂ રેલવે એલસીબીના હાથે ઝડપાયો છે. આરોપી મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની પુછુપરછ કરતાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
વિવિધ રાજ્યોના 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો
અમદાવાદ રેલવે એલસીબી દ્વારા એક ખુંખાર લૂંટારૂને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ લૂંટારૂ મુસાફરો સાથે મિત્રતા કેળવતો હતો અને નશીલી ગોળીઓ આપતો હતો. ત્યાર બાદ મુસાફર બેભાન થઈ જતો અને આરોપી લૂંટ ચલાવીને ફરાર થઈ જતો હતો. મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતા આ લૂંટારૂને પકડવા રેલવે પોલીસ સક્રિય થઈ હતી. આરોપીને રેલવે પોલીસે દિલ્હીથી પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બે લાખ રોકડા અને ત્રણ મોબાઈલ તેની પાસેથી જપ્ત કર્યા હતાં.













