અમદાવાદના અમરાઈવાડીમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમા અમરાઈવાડીના વઢીયારીનગરમાં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, અસામાજિક તત્વોએ છરી, તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘુસીને હુમલો કર્યો છે અને ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી છે.


અમદાવાદમાં છરી-તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘુસી તોડફોડ કરી

અમદાવાદના અમરાઈવાડીમાં લાંબા સમય બાદ ફરી અસામાજિક તત્વોએ હુમલો કરી લોકોમાં ગભરાહટ ફેલાયો હતો, સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડફોડ કરવામાં આવી હતી અને ઘર અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું છે, અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે છે જેમાં પાંચ થી દસ લોકોનું ટોળુ હથિયાર સાથે દેખાયું હતુ.

અમરાઈવાડી વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક

અમરાઈવાડીમાં સામાન્ય બોલાચાલી બાદ અસામાજિક તત્વોએ સોસાયટી માથે લીધી હતી, તલવારો અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનાના વીડિયો અને સીસીટીવી સામે આવ્યા છે, પોલીસ આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે, હુમલાખોરોએ ઇલેક્ટ્રીક મીટર, ઘરનો દરવાજો, બાઈક સહિત અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું છે, આરોપી ટૂંક સમયમાં પોલીસની પકડમાં આવી જશે તેવો પોલીસનો દાવો છે.

અમદાવાદમાં દિકરાના જન્મ દિવસે જ પિતાની હત્યા

ખોખરાની સંજીવની હોસ્પિટલ બહાર હત્યાનો બનાવ બન્યો છે, રવિ ખટીકની તેના ત્રણ મિત્રોએ નિપજાવી હત્યા અને હાર્દિક, નિખિલ અને સાગરે કરી રવિની હત્યા, હત્યાને અંજામ આપી ત્રણેય આરોપીઓ ફરાર થયા છે, ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મૃતક અને આરોપી અગાઉ ગાડી લે વેચનો ધંધો સાથે કરતા હતા અને તે બાબતે કોઈ અંગત અદાવતામાં આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, ઇજાગ્રસ્ત યુવકનુ સારવાર દરમિયાન નીપજ્યુ મોત.

 

  • Follow us on: