અમદાવાદના ખાડિયા વિસ્તારમાં હજીરાની પોળમાં મોન્ટુ નામદાર નામના કુખ્યાત સહિત પાંચ લોકોએ ભાજપના કાર્યકર રાકેશ મહેતાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના ગુનામાં જેલમાં રહેલા મોન્ટુને પેરોલ મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો અને ખાડિયામાં ફટાકડા ફોડીને આતંક મચાવ્યો હતો. પોલીસને જાણ થતા જ પોલીસ આવી ત્યારે મોન્ટુ ભાગી છૂટ્યો હતો તે મકાન પરથી કૂદવા જતાં બંને પગે ફ્રેક્ચર થયું હતું. પોલીસે ગુનો નોંધી મોન્ટુની ધરપકડ કરી હતી. હવે મોન્ટુ સામે ત્રીજો ગુનો નોંધાયો છે.
કુખ્યાત મોન્ટુ નામદાર સામે ત્રીજો ગુનો નોંધાયો
કુખ્યાત મોન્ટુ નામદાર સામે ત્રીજો ગુનો નોંધાયો છે. આઠમી જૂને જેલમાંથી પેરોલ પર બહાર આવેલા મોન્ટુએ 9મી જૂને સાક્ષીને ધમકાવ્યો હોવાનો કેસ દાખલ થયો હતો. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે તે પોલીસને પણ અપશબ્દો બોલ્યો હતો. પોલીસ હવે મોન્ટુ સામે ફર્લો રજા રદ કરવા માટે રિપોર્ટ કરશે અને બાદમાં તેને ફરીવાર જેલ હવાલે કરવામાં આવશે. સમગ્ર બાબતે ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.













