અમદાવાદમાં બે દિવસ પહેલા મુસ્કાન ચૌહાણ નામની યુવતીએ જગતપુર વિસ્તારમાં આવેલા સનરાઈઝીંગ હોમ્સ બિલ્ડીંગના 14માં માળેથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આપઘાતની ઘટનાને લઈને મૃતક મુસ્કાનની મિત્ર કાજલ દ્વારા ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. મૃતક મુસ્કાનને છેલ્લા બે વર્ષથી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા સાથે પ્રેમસંબંધ હતા.
પોલીસે પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણાની ધરપકડ કરી
મૃતક મુસ્કાન અને મોહિત સમયાંતરે અલગ અલગ જગ્યા ઉપર મળતા હતા. મુસ્કાનના પ્રેમી મોહિતના મોબાઈલમાં ન્યૂડ વીડિયો હતા. એક દિવસ અચાનક મૃતક મુસ્કાનને હાર્દિક રબારી નામના વ્યક્તિનો ફોન આવ્યો અને તેના અને મોહિતનો ન્યૂડ વીડિયો પોતાની પાસે પણ હોવાનું કહી તેને મળવા માટે બોલાવ્યા હતા. જેથી મૃતક મુસ્કાન તેમજ તેની મિત્ર કાજલ અને તેના પતિ વૈષ્ણવદેવી પાસે આવેલી હોટલ હિલ લોક પાસે હાર્દિક રબારીને મળ્યા હતા. જે બાદ બીજા દિવસે મુસ્કાને તેના અન્ય એક મિત્રના ઘરે રોકાઈ હતી, જ્યાંથી તેણે આપઘાત કર્યો હતો. મુસ્કાનની મિત્ર કાજલની ફરિયાદને આધારે પોલીસે પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હાર્દિક રબારી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસની મોહિતની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મોહિત તેમજ મુસ્કાન વચ્ચેનો વીડિયો મોહિતના મોબાઈલમાં હતો.
Also Read
Ahmedabad News : આજથી પ્રાથમિક શાળાઓમાં શનિવારે ‘બેગલેસ ડે’ની શરૂઆત, બાળકોમાં ઉત્સાહ દેખાયો
Ahmedabad Plane Crash: પીડિતોને મળી નાણાકીય સહાયની રકમ ? સામે આવી મહત્વની જાણકારી
Ahmedbad News : અમદાવાદની નેલ્સન સ્કૂલમાં રાજ્ય સરકારના બેગલેસ ડે પરિપત્રના ઉડ્યા ધજાગરા, બેગ અને બુક્સ સાથે બાળકોનો શાળામાં પ્રવેશ
મોહિતને પૈસાની જરૂર હોવાથી 2500 રૂપિયાની માગણી કરી હતી
પ્રેમી મોહિત કાર સીઝિંગનું કામ કરતો હતો, જેથી કોઈ કાર સીઝિંગ બાબતે થોડા સમય પહેલા હાર્દિક રબારી નામના યુવકે તેને કલોલ ખાતે બોલાવ્યો હતો અને તેનો મોબાઈલ છીનવી લીધો હતો, જેના બીજા દિવસે હાર્દિક રબારીનો ફોન મોહિતને આવ્યો હતો અને તેણે તેની પ્રેમિકા મુસ્કાનના ફોન નંબર માગ્યા હતા. થોડીવાર બાદ પ્રેમી મોહિતનો મુસ્કાન પર મેસેજ આવ્યો હતો અને તેણે પૈસાની જરૂર હોવાથી 2500 રૂપિયાની માગણી કરી હતી. જેથી મુસ્કાને તેને રૂપિયા આપવાના બહાને મળવા બોલાવ્યો અને તેનો ન્યુડ વીડિયો ડીલીટ કરવા માટે કહ્યું, પરંતુ મોહિતે વીડિયો ડીલીટ કરવાની ના પાડતા મુસ્કાન અને તેની મિત્ર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સોલા પોલીસ દ્વારા પ્રેમી મોહિતના મોબાઈલમાંથી વીડિયો ડીલીટ કરાવડાવ્યો હતો, જેથી બંને વચ્ચે સમાધાન પણ થઈ ચૂક્યું હતું.
હાર્દિક રબારી પકડાયા બાદ તમામ સવાલો પરથી પડદો ઉચકાશે
જોકે આ ઘટનાના બીજા દિવસે જ મુસ્કાન તેના મિત્ર જયરાજસિંહ સાથે ફરવા ગઈ હતી અને રાત્રે મોડું થઈ જતા તે જયરાજસિંહના ઘરે રાત રોકાઈ હતી. જ્યાંથી તેણે આપઘાત કર્યો હતો. જોકે પોલીસ ફરિયાદમાં થયેલા ઉલ્લેખ મુજબ મુસ્કાને મોહિતને પૈસાની જરૂર હતી, ત્યારે પોતાની સોનાની ચેઈન ગીરવે મૂકી હતી. તેમજ 6000 રૂપિયા પણ આપ્યા હતા. હવે યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે પ્રેમી મોહિતની ધરપકડ કરી છે, પરંતુ મોહિતના પોલીસને જણાવ્યા મુજબ મોહિત અને હાર્દિક રબારી એકબીજાના મિત્રો નથી, તેથી હવે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર મૃતક યુવતીનો પ્રેમી મોહિત કોઈ વાત છુપાવી રહ્યો છે કે પછી હાર્દિક રબારી અને મોહિત બંને એકબીજાના મિત્રો છે અને મિત્રતામાં જ મોહિત દ્વારા આ વીડિયો હાર્દિકને શેર કરવામાં આવ્યો છે કે પછી ખરેખર હાર્દિક રબારીએ મોહિતના મોબાઈલમાંથી વીડિયો લઈ લીધો હતો અને મુસ્કાનનો સંપર્ક કર્યો હતો કે પછી અન્ય કોઈ એવું કારણ છે કે જેનાથી મૃતક મુસ્કાનને લાગી આવતા તેણે મોત વ્હાલું કર્યું છે. જોકે આ તમામ સવાલના જવાબ હવે જ્યારે હાર્દિક રબારી પકડાશે ત્યારે જ ખ્યાલ આવશે.










