અમદાવાદમાં બેફામ વધી રહેલી ગુનાખોરી બાદ પણ પોલીસના સબ સલામત હોવાના દાવા સામે આવી રહ્યાં છે. જાહેરમાં હથિયારો લઈને હુમલો કરતાં અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ખૌફ રહ્યો નથી. લૂંટ અને હત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે હવે ગુનાખોરીમાં યુવતીઓ પણ સામેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં નજીવી બાબતમાં છરી બતાવી યુવતીએ દાદાગીરી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


નજીવી બાબતમાં છરી બતાવી ધમકી આપી

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવ્યાના કિસ્સા રોજબરોજ સામે આવી રહ્યાં છે. જાહેરમાં થતી હત્યાઓના બનાવોથી લોકોમાં ભય ફેલાયો છે. બીજી તરફ લુખ્ખાતત્વો પણ હથિયાર સાથે દાદાગીરી કરતા હોવાથી લોકો ભયભીત થયાં છે. પોલીસ વરઘોડા કાઢીને પણ આવા લોકોનું કંશું જ બગાડી શકતી નથી. પરંતુ હવે યુવતીઓ પણ ક્રાઈમ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

જાહેરમાં હથિયાર બતાવતો વીડિયો વાયરલ

એક યુવતી હાથમાં છરી લઈને કોઈની સામે દાદાગીરી કરતી હોય તેવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નજીવી બાબતમાં છરી બતાવીને કોઈને ધમકાવી રહી હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Amreli News : અમરેલીના ઇંગોરાળા ગામે 200 લિટર નકલી દૂધ ઝડપાયું, વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી બનાવતા દૂધ



  • Follow us on: